ભાણવડમાં બાઈક સ્ટન્ટ કરતા શખ્સની અટકાયત
12:01 PM May 03, 2025 IST
|
Bhumika
Advertisement
ભાણવડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા બાઈક મારફતે સ્ટંટ કરવામાં આવ્યો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Advertisement
આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તપાસના અંતે જી.જે. 11 એન. 5989 નંબરના આ મોટરસાયકલ પર બેસીને ગત તારીખ 13 એપ્રિલના રોજ ભાણવડમાં રેલવે ફાટકથી ત્રણ પાટીયા તરફ જતા રસ્તે આ વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
ભાણવડ પોલીસ મથકમાં નોંધાયેલી વિધિવત ફરિયાદ અંતે વધુ તપાસમાં ઉપરોક્ત સ્ટંટ કરનાર શખ્સ કાયદાથી સંઘર્ષિત કિશોર હોય, તેને બાઈક સોંપનાર માલિક સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Next Article
Advertisement