મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ
વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો હોવાનું ખુલ્યું છે પોલીસે ગેરકાયદે ગેસ કટિંગ કરતા ઈસમને ઝડપી લઈને ગેસના ખાલી ને ભરેલા બાટલા, વાહન સહીત 5.37 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવી પીપળી ગામે ઓમ પાર્કમાં રહેતો સંદીપ રમેશભાઈ કાલરીયા નામનો ઇસમ પોતાના મકાન પાછળ વરંડામાં જોખમી રીતે ગેસના બાટલામાંથી ખાલી બોટલોમાં ઇલેક્ટ્રિક મોટર મારફત ગેસ ભરવાનું કૃત્ય કરી રીફીલીંગ કરીને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં આરોપી સંદીપ રમેશ કાલરીયાને ઝડપી લીધો હતો અને સ્થળ પરથી ગેસના ભરેલા બાટલા નંગ 42 કીમત રૂૂ 1,26,000 ગેસના 15 નંગ મોટા અને એક નાની બોટલ જે ખાલી હોય કીમત રૂૂ 32,000 18 બાટલા ખાલી જે સુપર કેરી વાહન જીજે 36 વી 5456 ભરેલ હતા કીમત રૂૂ 36 હજાર વાહન કીમત રૂૂ 3 લાખ તેમજ અન્ય મુદામાલ સહીત કુલ રૂૂ 5,37,200 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.