સોશિયલ મીડિયામાં રીવોલ્વર સાથે ફોટો વાયરલ કરી સીન સપાટા કરનાર શખ્સની ધરપકડ
જામનગર શહેરમાં ત્રણ વર્ષ પહેલાં પિતાની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડીને સીનસપાટા નાખવા માટે સોશ્યલ મીડીયામાં પોસ્ટ મુકનાર ને એસઓજીએ ઝડપી લઈને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમં ફરિયાદ નોંધાવી છે, અને રીવોલ્વર કબજે કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર એસઓજી પી.આઈ. બી. એન.ચૌધરી સહિતના સ્ટાફે સોશ્યલ મીડીયાની સાઈટ ઉપર કોઈ ગેરકાયદે પ્રવૃતિ થતી હોય તેની ઉપર નજર રાખવા સુચના આપી હતી. જે અનુસાર એસઓજી પોલીસને જુણેજા ફેસબુક આઈડી ઉપર એક શખસ રીવોલ્વર સાથેનો ફોટો પોસ્ટ કરીને સીનસપાટા નાંખતો હોય તેવો મળી આવ્યો હતો.
જેની તપાસમાં આરોપી જુનેદભાઈ કાદરભાઈ જુણેજાની ઓળખ થતાં એસઓજીને તેને ઝડપી લીધો હતો.
તેની પુછપરછ કરતા તે રીવોલ્વર તેમના પિતાની લાયસન્સવાળી હોવાનું જણાવ્યું હતું અને આ ફોટો વર્ષ-2022માં સોશ્યલ મીડીયા ઉપર પોસ્ટ કર્યાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટક કરીને સીટી એ ડિવઝનમાં ફરિયાદ નોંધાવીને સોંપ્યો હતો. રૂૂ.1 લાખની કિંમતની રીવોલ્વર કબજે કરી છે.