ભાડે કેમેરા લઇ પરત નહીં આપી વિશ્ર્વાસઘાત કરતો શખ્સ ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે સકંજામાં લીધો, પાંચ વ્યક્તિ સાથે ફ્રોડ કર્યાનું ખુલ્યું
પરિચિત વ્યક્તિ પાસેથી કેમેરા લઇ વેંચી દેતો હતો, મુદ્દામાલ રિકવર કરવા તજવીજ
મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલા બ્રહ્માણી પાર્કમાં રહેતા અને વિડીયોગ્રાફીનું કામ કરતા હર્ષદભાઇ ગોબરભાઈ ભાખર(ઉ.વ.40)નો 3.80 લાખનો કેમેરો ફોટા પાડવા માટે તેમનો મિત્ર માધાપર ચોકડી પાસે નાગેશ્વર સોસાયટીમાં રહેતા હાર્દિક વિનોદભાઈ ટાંક લઈ ગયા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સકંજામાં લઇ તમામ મુદ્દામાલ કબજે કરવા તજવીજ શરૂૂ કરી છે.હર્ષદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.25/03ના રોજ વિડીયોગ્રાફીનુ કામ કરતા હાર્દિકભાઈ વિનોદભાઇ ટાંક વાળા પુનમ વિડીયો નામે વિડીયો ગ્રાફીનો ધંધો કરે છે અને અમોના મિત્ર સબંધી થાય છે. હાર્દિકે મને ફોન કરીને જણાવેલ કે મારે બે કલાક પુરતો કેમેરો જોઇએ છે અને મારો કેમેરો ખરાબ થઇ ગયેલ છે.જેથી મે તેને સાંજના મારો કેનોન કંપનીનો કેમેરો તથા તેની સાથે એસેસરીઝમા ચાર્જર તથા કેમેરાનો લેન્સ તથા ત્રણ બેટરી જે બધાની કુલ કિંમત રૂૂપિયા 3,80,000/-ની કિંમતનો કેમેરો તેને આપેલ અને બે ત્રણ કલાક થઈ જવા છતા મને કેમેરો પરત આપેલ નહી.
ત્યાર પછી મને હાર્દિકનો ફોન આવેલ અને મને વાત કરેલ કે મારે આ કેમેરો પાંચ દિવસ માટે જોઇએ છે અને હુ તમને કેમેરાનુ જે ભાડુ ચાલતુ હસે તે હુ તમને આપી દઇશ અને મને વિશ્વાસમા લીધો અને મે તેના પર ભરોસો રાખી કેમેરો આપેલ અને પાંચ દિવસ પુરા થઈ જતા આ કેમેરો મને આપેલ નહી અને કેમેરાનુ ભાડુ પણ આપેલ નહી અને મને કહેલ કે સીઝનનુ કામ છે હુ તમને રવિવારે કેમેરો આપી જઇશ પણ કેમેરો આપેલ નહિ અને તેના ઘરે રૂૂબરૂૂ ગયેલ ત્યારે તેના પત્નિ તથા તેના મમ્મી હાજર હતા તેને મને કહેલ કે તે ઘરે આવતો નથી.ત્યારપછી તા.09/04ના રોજ તેનો ફોન ચાલુ થતા મે તેની સાથે વાત કરેલ અને તેને મને કહેલ કે હુ મારા કામ માટે બહાર ગામ ગયેલ હતો અને હુ તમારા ખાતામા કેમેરાના ભાડાના રૂૂપીયા 15,000/- નાખુ છુ અને તેને મારા ખાતામા રૂૂ.15,000/- નાખેલ હતા.પરંતુ કેમેરો આજદિનસુધી ન આપતા તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપી હાર્દિક વિનોદ ટાંકને સકંજામાં લઇ તમામ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ શરૂૂ કરી છે.આરોપીએ અગાઉ ચિંતન દવે,અશ્વિનભાઈ,રવિભાઈ ટાંક સહિત પાંચેક વ્યક્તિ સાથે આવું ફ્રોડ કર્યું છે અને આ કેમેરા રૈયા રોડ પાસે કોઈ વ્યક્તિને વેંચી દીધા હતા.હાલ ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે આરોપી વિરુદ્ધ અગાઉ પ્ર. નગરમાં એક લાખનો કેમેરો લઇ ગયાની ફરિયાદ નોંધાઈ હતી.