માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરી
150 ફૂટ રીંગ રોડ આંબેડકર નગર સર્કલ પાસે આસ્થા ચોકડી નજીક મેળાવાળા ગ્રાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં વેચાણ અર્થે દારૂૂ ઉતર્યો હોવાની બાતમી મળતા માલવીયા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 3.36 લાખની 1660 દારૂૂની બોટલ જપ્ત કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યા?એ અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુ વિગતો મુજબ,માલવીયા પોલીસ મથકના પીઆઇ આર.જે.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાંધલ, એએસઆઈ કેતનભાઈ શેખલીયા અને સ્ટાફે બાતમીને આધારે 150 ફૂટ રીંગ રોડ આંબેડકર નગર સર્કલ પાસે આસ્થા ચોકડી નજીક મેળાવાળા ગ્રાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડી હસમુખ ઉર્ફે દુડી કેશુભાઇ વેગડા(અનુ.જાતી) (રહે. આંબેડકરનગર શેરી નં.11ઇ એસ.ટી. વર્ક શોપ પાછળ ગોંડલ રોડ રાજકોટ તથા પારડી ગામ તા.જી.રાજકોટ) અને બીપીન ઉર્ફે અભી હરેશભાઇ સોલંકી(રહે. આંબેડકરનગર શેરી નં.05 રામાપીરના મંદિરની બાજુમા એસ.ટી.વર્ક શોપ પાછળ ગોંડલ રોડ રાજકોટ)ને ઝડપી તેઓની પાસેથી 3.36 લાખ ની કિંમતની 1680 દારૂૂની બોટલ જપ્ત કરી હતી.
બંને શખ્સો દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યા?એ અંગે તપાસ શરૂૂ કરી છે. તેમજ બીજા દરોડામાં કાલાવડ રોડ પર સીયારામ હોટેલ પાસેથી એલસીબી ઝોન.2ની ટીમના હેડકોન્સ્ટેબલ આર.વી.ગોહિલ અને સ્ટાફે દરોડો પાડી મનિશ ગીરીશભાઇ પાઉં(રહે. ગાંધીગ્રામ કષટભંજન મેઇન રોડ લાખના બંગલા પાછળ રાજકોટ) અને રવી જગદીશભાઇ પરમાર(રહે. નાણાવટી ચોક આર.એમ.સી. ક્વાટર બ્લોક ન. 560 રાજકોટ) ને 11,400ની 38 બોટલ સાથે ઝડપી લીધા હતા.બંનેની પૂછપરછમાં આ દારૂૂનો જથ્થો જંગલેશ્વરના સીરાજ લીંગડીયા પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી.જ્યારે ત્રીજા દરોડામાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં પ્રકાશ સુરેશ રાઠોડના મકાનમાં દારૂૂ હોવાની બાતમી મળતા માલવીયા પોલીસના જયદીપસિંહ ભટ્ટી અને સ્ટાફે દરોડો પાડી 38 હજારના 288 દારૂૂની બોટલ જપ્ત કરી હતી.