For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા પોલીસે પાણીધ્રા ગામના પાટિયા પાસેથી 1.92 લાખનો દારૂ ઝડપ્યો

11:55 AM Aug 31, 2024 IST | Bhumika
માળિયા પોલીસે પાણીધ્રા ગામના પાટિયા પાસેથી 1 92 લાખનો દારૂ ઝડપ્યો
Advertisement

માળીયાહાટીના પોલીસે મોડી રાત્રે પાણીદ્રા ગામના પાટીયા પાસેથી 40 પેટી દારૂૂ કિં.રૂ 1,92,000 ફોર વ્હીલ કિં. રૂ.6,00,000 મળી કુલ રૂ.7,92,000 મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. માળિયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.આઈ.સુમરા અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે ખાનગી બાતમીદારો મારફત પોલીસને બાતમી મળી હતી કે સોમનાથ તરફથી જુનાગઢ તરફ એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલ કાર ઇંગ્લીશ દારૂૂ ભરી નીકળવાની છે.

જેના આધારે માળિયા પોલીસે પાણીધ્રા ગામના પાટીયે જઈ તલાસી લેતા બંધ કારમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂૂની પેટીઓ જોવા મળી હતી. આ કારની ડ્રાઇવર સાઈડનું વિલ ફાટેલી હાલતમાં હતું અને દરવાજા બંધ હતા. ત્યારે માળીયા પોલીસે પાણીધ્રા પાટિયા પાસેથી બંધ કાર માંથી અલગ અલગ બ્રાન્ડની 40 દારૂૂની પેટીઓ, કાર મળી કુલ 7,92,000 ઝડપી પાડ્યો છે. હાલ માળીયા હાટીના પોલીસે આ કાર કોની માલિકીની છે ? દારૂૂ કોને મંગાવ્યો હતો ? અને કોને દારૂની ડીલેવરી કરવાની હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement