For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્ત

01:24 PM May 23, 2025 IST | Bhumika
વઢવાણ મૂળીમાં ખાણ ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન  19 ડમ્પર સહિત રૂપિયા 7 73 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા 19 ઓવરલોડ ડમ્પર અને એક જેસીબી જપ્ત કર્યું હતું. વાહનો, બ્લેકટ્રેપ સહિત 7.73 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. જવાબદારો સામે દંડનીય સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

વઢવાણ તાલુકાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સહિતની સંયુક્ત ટીમો દ્વારા ચોટીલા તેમજ વઢવાણ તાલુકાની હદમાં આવેલા અલગ-અલગ સ્થળો પર રાતભર ચેકીંગ તેમજ તપાસ હાથધરી હતી.

જે દરમિયાન નેશનલ હાઈવે પર, બલદાણા, ફુલગ્રામ, સીધ્ધસર, શેખપર, પલાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ તેમજ રેઈડ કરતા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજસંપતિ ભરેલ 19 ડમ્પર તેમજ એક જેસીબી મશીન સહિત કુલ 20 વાહનોને કબ્જે કર્યા હતા. ઓવરલોડ ખનીજ બ્લેકટ્રેપ તેમજ સાદી રેતી ભરેલ ડમ્પરો સહિત કુલ રૂા.7,73,30,501નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથધરવામાં આવી છે તેમજ તમામ વાહનમાલીકો સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement