ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બે

11:45 AM Apr 17, 2025 IST | Bhumika
Advertisement

કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મંગળવારે રાત્રિના સમયે જુના મનદુ:ખનો ખાર રાખીને 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, મુખ્ય આરોપીઓની અટકાયત કરી લીધી હતી.

Advertisement

આ ચકચારી બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી દૂર ભોપલકા ગામે રહેતા દેવરામ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃધ્ધને મંગળવારે રાત્રે ચાર જેટલા શખ્સોએ લાકડા જેવા બોથડ પદાર્થના બેફામ ઘા મારતાં તેમનું લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘટના અંગે મૃતકના પુત્ર દામાભાઈ દેવરામભાઈ સોનગરા (ઉ.વ. 38, રહે. ભાટીયા, તા. કલ્યાણપુર) એ ભોપલકા ગામના રમેશ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ, રમીલાબેન જયસુખભાઈ રાઠોડ, ટપુ મનજીભાઈ રાઠોડ, દામા મનજીભાઈ રાઠોડ, દેવશી મનજીભાઈ રાઠોડ અને મુકેશ દામાભાઈ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ મૃતક દેવરામભાઈ સોનગરાએ છેલ્લા બે વર્ષથી તેમના સંબંધથી એવા રણમલ જેઠાભાઈ રાઠોડની ખેતીની જમીન ભાગમાં વાવેતર માટે રાખી હતી. જેમાં દેવરામભાઈએ વાવેતરમાં રાખેલી વાડીમાં જીરૂૂનો પાક બળી ગયો હતો. આ પ્રકરણમાં રમેશભાઈના કુટુંબી ટપુ મનજી રાઠોડ, દામા મનજી, દેવસી મનજી અને મુકેશ દામા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

મૃતકે ભાગમાં રાખેલી જમીનમાંથી જીરૂૂનું વાવેતર બે મહિના પહેલા બળી ગયું હોવાથી તેમને શંકા હતી કે વાવેતર કરેલા જીરૂૂના લીલા પાકમાં બાજુમાં રહેતા રમેશ રાઠોડ અને તેના ભાઈઓ તથા ઘરના સભ્યોએ બળી જવાની દવા છાંટી, લીલા જીરૂૂનો પાક બાળી નાખ્યો હતો. જેથી મૃતક અને રમેશ રાઠોડના પરિવાર વચ્ચે બે મહિનાથી જીરૂૂ બળી ગયાનું મનદુ:ખ ચાલ્યું આવતું હતું.આના અનુસંધાને આરોપી રમેશ, જયસુખ, તેના પત્ની રમીલાબેન જયસુખ, રમેશના પત્ની સામુબેન વિગેરે સાથે અગાઉ બોલાચાલી થઈ હતી. આ પ્રકરણ બાદ મંગળવારે રાત્રિના આશરે 10 થી 11 વાગ્યાના સમયગાળા વચ્ચે ભોપલકા ગામે જે ખેતરમાં તેઓ વાવેતર કરતા હતા, તેના શેઢે આરોપીઓ લાકડાના ધોકા વડે દેવરામભાઈ પર તૂટી પડ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં તેમની હત્યા નિપજાવી હતી.
આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ પ્રકરણમાં મૃતકના પુત્ર દામાભાઈની ફરિયાદ પરથી બે મહિલાઓ સહિત તમામ આઠ શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે હત્યારાઓને ઝડપી લેવા કલ્યાણપુર પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમ પણ જોડાઈ, આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ રમેશ દામજીભાઈ, સામુબેન રમેશભાઈ, જયસુખ ટપુભાઈ અને રમીલાબેન જયસુખભાઈની અટકાયત કરી લેવામાં આવી હતી.આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ ચલાવી રહ્યા છે. ઘાતકી હત્યાના આ બનાવે નાના એવા ભોપલકા ગામમાં ભારે ચર્ચા પ્રસરાવી હતી.

Tags :
BhopalkaBhopalka newscrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement