રાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીન
રાજકોટમાં બોગસ GST બીલ કૌભાડમાં હાલ જેલમા રહેલા અમદાવાદમાં કરોડો રૂૂપિયાના GST કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહેશ લાંગાને જામીન આપ્યાં છે. 8 ઓક્ટોબર 2024ના મહેશ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં જામીન કરેલી અરજી સામે કોર્ટે નોંધ્યું છે કે, સત્તાધીશોને અન્ય કોઈ કેસમાં જરૂૂરિયાત ન હોઈ તેવા સંજોગોમાં જ અરજદારને મુક્ત કરવો જોઈએ.
પોલીસનો આરોપ છે કે, GST ની છેતરપિંડીથી સરકારી તિજોરીને નુકસાન થયું છે, FIRમાં છે કે આ રેકેટમાં ઉપયોગમાં લેવાયેલા બનાવટી દસ્તાવેજોના આધારે 220થી વધુ બેનામી-નકલી કંપનીઓની બનાવવામાં આવેલી છે. કારણ કે આરોપીઓએ નકલી બિલ દ્વારા નકલી ITCનો લાભ લીધો હતો અને પાસ કર્યો હતો. પોલીસે આરોપીઓની રિમાન્ડ અરજીમાં નોંધ્યું હતું કે મહેશ લાંગા ડી. એ. ઍન્ટરપ્રાઇસ નામની કંપનીનું પડદા પાછળ સંચાલન કરતા હતા. આ કંપનીએ ધ્રુવી ઍન્ટરપ્રાઇસ સાથે 44 લાખ રૂૂપિયાની લેવડદેવડ કરી છે.
ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના 2022માં ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. તેમજ ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓએ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું. બોગસ બિલિંગ અને બોગસ કંપનીના મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને 2 ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પૂછ પરછ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.
મહેશ લાંગા સામે છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપેલા GST કૌભાંડ બાદ આ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદમાં 28 લાખની ઠગાઇના આક્ષેપ કરાયો છે. 7 ઓક્ટોબરના GST વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે સમગ્ર કેસમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ગાંધીનગરમાં પણ મહેશ લાંગા સામે ફરિયાદ નોંધાઇ હતી.