દુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી
પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. આ કર્મીએ અગાઉ મહિલા પર પર બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે પોરબંદર પહોંચી અટકાયત કરી હતી. રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતો મૂળ મહારાષ્ટ્ર ના થાણે જીલ્લા નો મોહમ્મદ નસીમ રેયાન (ઉ.26)નામના શખ્સ સામે પીડિત મહિલા પર વારંવાર બળાત્કાર કરવાનો, તેને ગર્ભવતી બનાવવાનો અને પછી ગર્ભપાત કરાવવાનો ગુન્હો 2 ફેબ્રુઆરી ના રોજ નોંધાયો હતો.
આથી તે ફરાર થઇ ગયો હતો.પોલીસને મોહમ્મદ નું લોકેશન પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું. આથી કલ્યાણ પોલીસ પોરબંદર દોડી આવી હતી અને આરોપીની શોધખોળ કરતાં રેલ્વે કોલોની સ્થિત રેલ્વે હાઉસિંગ નંબર 71/ઇડી માં હોવાનું જાણવા મળ્યું.જેથી સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.આ શખ્સ રેલ્વે ટ્રાફિક વિભાગમાં સ્ટેશન માસ્ટર હેઠળ પોઈન્ટ મેન તરીકે કામ કરતો કર્મચારી હોવાનું જાણવા મળે છે.
થોડા દિવસો પહેલા ટ્રાન્સફર થતા મહારાષ્ટ્ર થી પોરબંદર રેલ્વે સ્ટેશન આવ્યો હોવાનું જાણવા મળે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી ત્યારે કમલાબાગ પોલીસનો સ્ટાફ પણ હાજર હતો પરંતુ કમલાબાગ પોલીસે અમુક લગતા વળગતા મીડિયાકર્મીઓ માહિતી છાનીછુપી રીતે ફોટો સાથે આપી હતી પરંતુ તમામ મીડિયાકર્મીઓ જાણ કરી ન હતી અને છુપાવી હતી.