જીયાણા ગામે બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી 7.90 લાખના મશીનની ચોરી
કુવાડવા નજીક વાંકાનેર રોડ પર જીયાણા ગામ પાસે આવેલા બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને નિશાન બનાવી તસ્કરો સોટેક્ષ મશીનમાંથી 7 મોટર, પેનલ બોર્ડ અને સીસીટીવી કેમેરા સહિત કુલ રૂૂા. 7.90 લાખની ચોરી કરી ગયાની ચેતનાબેન મનોજભાઈ ધડૂક (ઉ.વ.39, રહે. મધુવન સોસાયટી, લક્ષ્મીનગર મેઈન રોડ)એ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
નાનામવા રોડ પર આઈસીઆઈસીઆઈ બેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતાં ચેતનાબેને પોલીસને જણાવ્યું કે,તેઓ નાનામવા-રોડ પર આવેલ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કમા ઇન્વેસ્ટમેંટ ડિપાર્મેટમાં નોકરી કરે છે અને તેઓને જોબવર્કથી મલ્ટીપલ પ્રોડકસ તૈયાર કરવી હોય જેથી એક કારખાનુ શોધતા હતા.જે દરમ્યાન તપાસ કરતા જાણવા મળેલ કે વેરીટી સ્પીનીંગ-મીલ ની પાછળ ગણેશ એગ્રો નામનુ કારખાનુ હોય અને હાલ બંધ હોય અને તેમા બેન્ક ઓફ ઇંડીયાનું સીલ હોય તેની તપાસ કરી હતી. ત્યારબાદ આ બેંક ઓફ ઇંડીયા નો સપર્ક કરી આ કારખાનુ લેવુ હોય તેમ જણાવેલ અને તેમના ભાઈ કરણભાઇ અરવીંદભાઇ વિરપરીયાએ આ બેંક સાથે મળી આ કારખાનુ જોવા માટે એન્જીનીયરને સાથે લઇ ગયા હતા.આ કારખાનુ તેઓને પસંદ પડતા ભાવતાલ નક્કી કરી આજથી દોઢ વર્ષ પહેલા અમોએ આ કારખાનુ બેંક પાસેથી લીધુ હતુ અને ત્યારથી તે કારખાનુ બંધ હતુ.જેમાં સોટેક્ષ મશીન રાખેલું હતું.
ગઈ તા. 6ના તે કારખાને ગયા ત્યારે સામાન અને મશીનરી જે તે હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ ગઇ તા. 21ના તે અને સુરેશ વિઠ્ઠલાણી, એન્જિનિયર રહેમાન સહિતના કારખાને જતા મશીનના સ્પેરપાર્ટસ છૂટાછવાયા જોવા મળ્યા હતાં. તેમજ મશીન ખુલેલી હાલતમાં હતું. એટલું જ નહીં કારખાનામાં લગાવેલ સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ગાયબ હતું. જેથી પોલીસમાં જાણ કરી હતી.તપાસ કરતાં સોર્ટેક્ષ મશીનમાંથી છથી સાત મોટર, મશીનનું પેનલ બોર્ડ સહિત રૂૂા. 7.90 લાખની ચોરી થયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ મિશ્રા તપાસ ચલાવી રહ્યા છે.