રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાલચ બૂરી બલા હૈ: વધુ પૈસા મેળવવા જતા બે શિક્ષિત યુવાનોએ 18 લાખ ગુમાવ્યા

04:57 PM Mar 29, 2025 IST | Bhumika
Advertisement

હાર્ડવેરના વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને 12.46 લાખની ઠગાઇ : ત્રણ બેંક ખાતા ધારક સહિત સાથ શખ્સો સામે ગુનો નોંધાયો

Advertisement

આઇટી કંપનીમાં નોકરી કરતા યુવાન સાથે ટાસ્ક પુરા કરવાના બહાને 6.85 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરમા સાયબર ક્રાઇમ સેલ દ્વારા લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ વિસ્તારોમા સેમીનાર યોજવામા આવે છે આમ છતા ઘણા શિક્ષિત લોકો પૈસાની લાલચમા આવી સાયબર ફ્રોડનો ભોગ બની રહયા છે. ત્યારે રાજકોટ શહેરમા આવી રીતે 3 ફરીયાદો નોંધાઇ હતી. જેમા સૌ પ્રથમ રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોકમાં સિદ્ધિ વિનાયક સોસાયટી શેરી નં.10 માં રહેતાં ભરતભાઈ ચનાભાઈ વાઘેલા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના રાઉકી ગામે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નાયરા પંપની બાજુમાં ઓસન એલ્યુમીનીયમ નામની દુકાન ચલાવે છે. એક વર્ષ પહેલા ઓનલાઈન એન્જલ વનમાં શેરબજાર માટે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવેલ જે બાદથી તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા તેના મોબાઇલ નંબર વોટ્સઅપ પર અલગ અલગ એજન્ટના શેરબજારમાં રોકાણ કરી પૈસા કમાવવા તેવા મેસેજ તથા ફોન આવવાના ચાલુ થયેલા હતા.

ગઇ તા.09/04/2024 ના અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે મેસેજ આવેલ ત્યાર પછી ફોન આવેલ અને તેઓએ પોતાનુ નામ રાહુલ પટેલ જણાવી કહેલ કે, નંબરથી મેસેજ આવેલ અને ગુજરાતીમાં વાત કરેલ કે, મારા કોન્ટેકમાં શેર બજારના સારા એવા ટ્રેડર છે અને તમને ઓછા રોકાણે સારૂૂ રીટર્ન આપશે, તમને રસ હોય તો ટ્રેડરનો નંબર આપુ તેમ કહીને બે મોબાઈલ નંબર આપેલ હતાં.

બાદ તે એક મોબાઇલ ધારકે અલગ અલગ બેન્ક એકાઉન્ટની ડીટેલ વોટ્સએપથી મોકલેલ હતી જેમા નીચે જણાવ્યા મુજબના મારા તથા મારા સંબંધીના બેન્ક એકાઉન્ટમાથી રૂૂ.12.46 લાખ ટ્રાન્સફર કરી રોકાણ કરેલ હતું. જે રૂૂપીયાનું વળતર આજ સુધી મળેલ ન હતું અને આરોપીએ મોબાઈલ નંબર પણ બંધ કરી દેતાં સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. જયારે બીજી ઘટનામા રૈયા રોડ પરના જલારામ ચોક પાસેના શાંતીનગર શેરી નં.રમાં રહેતાં અને અમદાવાદની આઈટી કંપનીમાં નોકરી કરતાં વિવેકભાઈ હરેશભાઈ ચુડાસમા (ઉ.વ.31)ને જુદા-જુદા ટાસ્ક પુરા કરી કમાણી કરાવી અપાવવાના બહાને ગઠીયાઓએ રૂૂા.6.85 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં વિવેકભાઈએ જણાવ્યું હતું કે,હાલ તે વર્ક ફ્રોમ હોમ કરે છે. એકાદ વર્ષ પહેલા તેના વોટસએપ નંબર ઉપર પાર્ટ ટાઈમ જોબ કરી રોજના રૂૂા.1 હજારથી રૂૂા. 1500 કમાવવાનો મેસેજ આવ્યો હતો.તેણે હા પાડતા યુ ટયુબમાં વીડિયો સબસ્ક્રાઈબ્સ કરવાનો ટાસ્ક અપાયો હતો. જે માટે રૂૂા.50 મળશે તેવી લાલચ અપાઈ હતી. સામાવાળાએ તેને પ્રથમ દિવસે ટાસ્ક પુરા કરવા બદલ રૂૂા.1150 આપ્યા હતા.બીજા દિવસે રૂૂા.900 આપ્યા હતા બાદમા તેણે બીજા ટાસ્ક આપ્યા હતા. આ રીતે તેને અલગ-અલગ ટાસ્ક આપીને અલગ-અલગ બેન્ક ખાતામાં રૂૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવતાં તેણે કટકે-કટકે રૂૂા.6.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ પછી પણ તેની પાસે પૈસા માંગવાનું ચાલુ રખાતા આખરે તેને ફ્રોડ થયાની જાણ થતાં સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરતા પીઆઇ એસ.ડી.ગિલવા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, આ રીતે ટાસ્ક પુરા કરી કમાણી કરાવી આપવાના બહાને અત્યાર સુધીમાં દેશભરમાં અનેક લોકો સાથે ફ્રોડ થઈ ચુકયા છે.

ગારમેન્ટસના વેપારી દુબઇ ફરવા જવા ઓનલાઇન ડોલર લેવા જતા પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્યો
આરોપીએ ડોલર આપવાની વાત કરી પોતાના ખાતામાં વેપારી પાસેથી નાણાં મેળવી લીધા
શહેરના કોઠારીયા રોડ પર શિતલ સ્ટુડિયોની પાછળ યાદવ નગર શેરી નં.1 માં રહેતાં દીપકભાઈ ભરતભાઈ ગોહેલ (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમીશ રમેશ નકુમ તેમજ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને આમીન માર્ગ ખાતે જીન્સ ક્લબ નામે રેડીમેટ કપડાની દુકાન ચલાવી વેપાર કરે છે. વર્ષ 2024 ના માર્ચ મહીના તે ઘરે હતો ત્યારે પરીવાર સાથે મે-2024 માં દુબઈ ફરવા જવા માટે પ્લાન બનાવેલ હતો. જેથી યુ.એસ.ડોલરની જરૂૂર હતી. જે બાબતે તેઓએ મીત્ર સર્કલમાં વાતચીત કરતા પિતરાઈ જયભાઈ ગોરધનભાઈ ચાવડાએ જામનગરના અમીશ રમેશભાઈ નકુમનો મોબાઈલ નંબર આપેલ હતો. જેથી અમીશ નકુમને કોલ કરતા તેઓએ જણાવેલ કે, મારા એક મીત્ર મુંબઈ રહે છે જેઓ મની ફોરેક્ષ નામની કંપની ચલાવે છે. જેઓ તમને યુ.એસ. ડોલર અપાવી દેશે. જેથી અમીશએ મની ફોરેક્ષ વાળા ભાઈનો નંબર આપેલ હતો. જેમાં ફોન કરી વાતચીત કરતા તેઓએ પોતાની ઓળખાણ મની ફોરેક્ષ કંપનીની આપેલ હતી અને જણાવેલ કે, હું તમને યુ.એસ. ડોલર રૂૂ.86 ના ભાવથી આપીશ જેથી ફરિયાદીને 5900 યુ.એસ. ડોલરની જરૂૂરીયાત હતી. સામાવાળાએ તેમના કોટક બેંકના ખાતા નંબર આપેલ હતા, જેમાં તેઓએ રૂૂ.5,03,500 જમા કરાવવા હતાં.તેઓએ જણાવેલ હતુ કે, તમારૂૂ પેમેંટ આવી ગયેલ છે હું તમેને થોડીવરમાં ઓફીસનુ એડ્રેસ મોકલુ ત્યાંથી યુ.એસ. ડોલર કલેક્ટ કરાવી લેજો બાદ બે કલાક પછી તેઓને કોલ કરતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયેલ હતો જેથી અમીશ નકુમને કોલ કરતા તેઓએ કોઈ જવાબ આપેલ નહીં જેથી તેમની સાથે ફ્રોડ થયાનું સામે આવતાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement