For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધો

01:34 PM Jul 16, 2025 IST | Bhumika
ગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધો

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશુઓમાં દેખાતો લમ્પી નામનો વાયરસ આવતા ત્રણ પશુઓ ના મૃત્યુ થયાં હતા.અગાઉ લમ્પી વાયરસ ને કારણે અગાઉ અનેક પશુઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ રોગ ફરી પશુઓ માં દેખાતા પશુ પાલકો માં ફફળાટ મચી જવા પામ્યો હતો. હડમતાળા ગામે ત્રણ પશુના મોત થતા પશુપાલકો દ્રારા ગોંડલ તાલુકાના વેટનરી ઓફિસર ડો,જગદીશ ચૌધરી ને જાણ કરાતા તેમની ટીમ સાથે હડમતાળા દોડ આવી 400જેટલાં પશુઓને લમ્પી વાયરસ નું રસીકરણ મુકવામાં આવ્યું હતું આકામગીરીમાં ડો જગદીશ ચૌધરી, ડો આર.બી. વાઘેલા અને પશુધાન નિરીક્ષક ડો.મનીષભાઈ પાદરિયા ડો.વાહીદ નગરી, ડો.અક્ષય કરડ, ડો.વૈભવ સિદપરા, ડો.હિરેન પાદરીયા, ડો.ફિરોજ ડેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement