ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં પ્રેમીના પિતા પર પ્રેમિકા, માવતરનો છરીથી હુમલો

11:17 AM Oct 19, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગરના સિંધુનગરમાં રહેતા આધેડના દીકરો યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતો હોવાની દાઝ રાખી યુવતી, તેના માતા-પિતા અને અન્ય એક શખ્સે બોલાચાલી અને ઝઘડો કરી છરી વડે આધેડ ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના સિંધુનગર, સેવારામ મંદિર સામે આવેલ રૂૂમ નં.177 માં રહેતા પ્રકાશભાઈ વસંતભાઈ સચદેવના દીકરો સૂરજ વંશીકા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતો હોય તે બાબતને લઈને યુવતીના માતા સોનાબેન નરેશભાઈ ચોયથાણીએ સૂરજના પિતા પ્રકાશભાઈને ફોન કરીને ગાળો આપ્યા બાદ સમાધાન કરવા માટે સોનાબેન તેમની દીકરી વંશીકા અને પતિ નરેશભાઈ રહેવાચંદ ચોયથાણી આવ્યા હતા અને ઘર પાસે ગાળો આપી ઝઘડો કરી મારા મારી કરી હતી. દરમિયાન અલ્ફાઝ ( રહે. ભૂતના લીમડા પાસે, સાંઢીયાવાડ ) હાથમાં છરી સાથે દોડી આવ્યો હતો અને પતારો દીકરો આ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખે છે તેના મને રૂૂ.50,000/- દેવાના છેથ તેમ કહીને છરીનો એક ઝીંકી પ્રકાશભાઈને ઇજા કરી હતી. છરી વડે હુમલો કરનાર અલ્ફાઝ છેલ્લા પાંચ છ દિવસથી ફોન કરીને રૂૂપિયાની માંગણી કરતો હતો.

આ બનાવ અંગે પ્રકાશભાઈ વસંતભાઈ સચદેવ એ વંશિકા નરેશભાઈ ચોયથાણી,સોનાબેન નરેશભાઈ ચોયથાણી, નરેશભાઈ રેવાચંદ ચોતથાણી અને અલ્ફાઝ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મફતમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement