For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યો

04:04 PM Sep 27, 2025 IST | Bhumika
જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યો

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમીને ફોન કરી મળવા બોલાવ્યા બાદ ધબધબાટી બોલી ગઈ હતી. જેવો પ્રેમી પ્રેમિકાના રૂૂમમાં પ્રવેશ્યો ત્યાં જ રૂૂમનો દરવાજો બહારથી બંધ થઇ ગયો, પછી પ્રેમિકાના પતી સહિતનાઓએ પ્રેમી યુવાનની એવી હાલત કરી કે સીધો જ દવાખાને સારવાર લેવા મજબુર થયું પડ્યું, ઓછામાં પૂરું યુવાન જે બાઈક પર આવ્યો હતો તે બાઈક પણ પ્રેમિકાના પરિજનોએ સાથે મળી તોડી નાખ્યું અને ધમકી આપી એ વળી લટકામા
જામનગરમાં અજીબ પ્રેમની ગજબ કહાની જેવો બનાવ આકાર પામ્યો છે.

Advertisement

જેની વિગત મુજબ શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં શક્તિ પાર્ક -2 નંબરની શેરીમા રહેતા 25 વર્ષીય ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા નામના યુવાનને પોતાના વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા નામના શખ્સની પત્ની સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. એક દિવસ પ્રેમિકાએ પ્રેમીને ફોન કરી પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો. જેથી ગજેન્દ્રસિંહ પ્રેમિકાને મળવા તેમના ઘરે ગયો હતો. પ્રેમી કઈ સમજે તે પૂર્વે તો રૂૂમનો દરવાજો બહારથી બંધ થઇ ગયો અને થોડી જ વારમાં જનકસિંહ, દીવ્યરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ રાણા નામના શખ્સો એ દરવાજો ખોલી ગજેન્દ્રસિંહને ઘરમાંથી બહાર કાઢી તૂટી પડ્યા હતા, અને મુંઢ માર મારવા લાગ્યા હતા.

ત્યાં જ નરેંદ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા તથા દીવ્યરાજસિંહ જેઠવા ઘર પાસે આવી ગયા હતા, અને નરેન્દ્રસિંહે પોતાના હાથમાં રહેલા ધોકા વડે ગજેન્દ્રસિંહને વાંસાના ભાગે એક ઘા મારેલ અને પોતાનો પટ્ટો કાઢી આંખના ઉપર કપાળના ભાગે એક ઘા કરીને લોહિ કાઢયું હતું. તથા દિવ્યરાજસિંહે પોતાના હાથમાં રહેલા ધોકા વડે યુવાનના જમણા પગમાં એક ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી.

Advertisement

ત્યારબાદ આ ચારેય આરોપીઓ ગજેન્દ્રસિંહને શરીરે મુંઢ માર મારી તથા જેમફાવે તેમ ભુંડી ગાળો આપી, નરેન્દ્રસિંહે કહેલ કે હવે પછી તુ મારી પત્નીને મળવા આવીશ તો તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ યુવાનની હીરો કંપનીની કાળા કલરની એચ.એફ.ડીલક્ષ મો.સા જેના રજી નં જી.જે 10 ડી.એલ 7033 કેજે મોટરસાયકલમાં રૂૂપીયા 20,000નુ નુકશાન કર્યું હતું. છેવટે આરોપી જયપાલસિંહે આ બાબતે ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે યુવાને ગઈ કાલે સીટી બી. ડીવીજન પોલીસ દફતરમાં તહોમતદારો સામે બી.એન.એસ.કલમ- 118(1),115(2),324(4),352, 351(3),54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બી. ડીવીઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીઆઇ ચૌધરીએ સમગ્ર મામલા માં વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement