લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદ
રૈયારોડ પર પરશુરામ ચોકડી પાસે લાઈટ હાઉસ નજીક અટલ સરોવર તરફ જવાના રોડ પર રાત્રિના જાહેરમાં એક યુગલ બીભત્સ ચેનચાળા કરતું હોય જેથી અહીંથી વોકિંગમાં જઈ રહેલા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જે અંગેની જાણ પોલીસને કરયા બાદ પોલીસે રાજકોટમાં હરિધવા રોડ પર રહેતા આ શખ્સ અને હાલ રાજકોટમાં રહેતી મૂળ જૂનાગઢ પંથકની વતની યુવતી વિરુદ્ધ જાહેરમાં અશોભનીય વર્તન કરવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પરશુરામ ચોકડીથી લાઈટ હાઉસ પાછળ અટલ સરોવર જવાના રસ્તે જાહેર રોડ પર રાત્રિના અહીં રહેતા લોકો વોકિંગ કરવા માટે નીકળતા હોય છે. દરમિયાન અહીં એક પ્રેમીયુગલ પ્રણય ફાગમાં મગ્ન બની ભાન ભૂલી જાહેરમાં બીબસ્ત ચેનચાળા કરતા હોય જેથી અહીં વોકિંગમાં નીકળનાર લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમ છતાં આ યુગલ અટક્યું ન હતું. દરમિયાન આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો.
પોલીસે બંનેની પૂછતાછ કરતા યુવક રાજકોટના હરિધવા રોડ પર રહેતો હોવાનું અને યુવતી હાલ રાજકોટમાં રહેતી હોય અને મૂળ જુનાગઢ પંથકના એક ગામની વતની માલુમ પડ્યું હતું. બંને સામે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરી અશોભનીય વર્તન કરવા અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી.