રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એસ્ટેટ બ્રોકર સાથે 3 કરોડની છેતરપિંડી કરનાર સ્વામિનારાયણના ચાર સાધુ સામે લુક આઉટ નોટિસ

11:57 AM Sep 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે થયેલી રૂા.3.04 કરોડની છેતરપીંડીમાં સંડોવાયેલ સ્વામિનારાયણ સાધુ ગેંગના ત્રણ સાગ્રીતોની ધરપકડ કરી રીમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરી છે ત્યારે આ ગુનામાં ફરાર સ્વામીનારાયણના સાધુ વિદેશ ભાગી જાય તેવી દહેશતને પગલે ચારેય સ્વામી સામે લુકઆઉટ નોટીસ જાહેર કરી રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ વધુ તપાસ શરૂ કરી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામમાં ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂૂા. 3.04 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ સ્વામીનારાયણ સંપ્રદાયના ચારેય સ્વામી વિદેશ ન ભાગી જાય તે માટે રાજકોટની ઇઓડબલ્યુની ટીમે લૂકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવી છે. ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇ તા. 4 સપ્ટેમ્બરના રોજ આ લૂકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવવામાં આવી છે. જો કે ચારેય આરોપી સ્વામી ભારતમાં છે કે વિદેશ ભાગી ગયા છે તે વિશે કોઇ ચોક્કસ માહિતી મળતી નથી.

આ કેસમાં ઇઓડબલ્યુની ટીમે સુરત રહેતા શિક્ષક લાલજી ઢોલા, ગાંધીનગરના પીંપલેજ ગામના ભૂપેન્દ્ર પટેલ અને અરવલ્લીના લીંબ ગામના વિજયસિંહ ચૌહાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે. આ ત્રણેય આરોપીઓને ઠગાઇની રકમમાંથી કેટલી રકમ મળી તે અંગે હાલ ઇઓડબલ્યુની ટીમ તપાસ કરી રહી છે.

રાજકોટમાં જે ચાર સ્વામી સામે ગુનો નોંધાયો છે, તેમાંથી ત્રણ સ્વામી સામે ગુજરાતભરમાં કુલ પાંચ ગુના નોંધાયા છે. ઇઓડબલ્યુના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવપ્રિય ઉર્ફે એમપી સ્વામી સામે વિરમગામ ટાઉનમાં 74.50 લાખની છેતરપિંડી અને સુરતના ઉતરાણ પોલીસ મથકમાં વ્યાજને લગતી ફરિયાદ નોંધાઇ છે. જ્યારે જયકૃષ્ણસ્વામી ઉર્ફે જે.કે. સ્વામી સામે સુરતના વરાછામાં રૂૂા. 1.34 કરોડની છેતરપિંડી અને સુરત ક્રાઇમ બ્રાંચમાં પણ 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.આ ઉપરાંત દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સામે આણંદમાં રૂૂા. 3.22 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

Tags :
crimeestate brokergujaratgujarat newsLook out noticeSwaminarayan
Advertisement
Next Article
Advertisement