બોટાદમાં વહેલી સવારે એડવોકેટની ઓફિસ સહિત ત્રણ દુકાનના તાળા તૂટ્યા
01:16 PM Jun 26, 2025 IST
|
Bhumika
Advertisement
રોકડ રકમની ચોરી થઇ હોવાની શંકા
Advertisement
બોટાદના ટાવર રોડ પર આવેલા ગિરિરાજ પ્લેક્ષ કોમ્પલેક્ષમાં ચોરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. મહાદેવ મીઠાઈ, મોગલ કૃપા અને એક એડવોકેટની ઓફિસના તાળા તોડ્યા છે. વહેલી સવારે વેપારીઓ પોતાની દુકાનો ખોલવા આવ્યા ત્યારે તાળા તૂટેલા જોવા મળ્યા. પ્રાથમિક તપાસમાં દુકાનોમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
વેપારીઓએ તરત જ પોલીસને જાણ કરી છે. પોલીસ તપાસ બાદ ચોરીની ચોક્કસ રકમ સામે આવશે. વેપારી મહાસુખભાઈ દલવાડી અને જયદેવસિંહ ચાવડાએ આ અંગેની માહિતી મીડિયાને આપી છે.
Next Article
Advertisement