નાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરી
અજાણ્યા તસ્કર સામે પોલીસમાં ફરિયાદ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલ મેલેનિયમની બાજુમાં પ્રભુ ગ્રૂપની સાઇટ ઓફીસના તાળા તોડી રૂૂ.65 હજારનું લેપટોપ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ,150 ફુટ રીંગ રોડ આસ્થા રેસી ડેન્સીમાં રહેતા વિશ્વજીતસિંહ સંજયસિહ ખેરડીયા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મીલીનેયમ કોમ્પ્લેક્ષની બાજુમાં 150 ફુટ રીંગ રોડ નાના મવા સર્કલ પાસે આવેલ પ્રભુ ગૃપમાં પ્રોજેક્ટર મેનેજર તરીકે ફરજ બજાવુ છુ અને આ કંપનિ તરફથી મને એક લેપટોપ રૂૂ.65,690ની કિંમતનુ લેપટોપ મને મારા વપરાશ માટે આપેલ છે જેનો ઉપયોગ હું મારા પ્રોજેક્ટ બનાવવા માટે કરૂૂ છું. ગઇ તા.05/07ના રોજ રાત્રીના આઠેક વાગ્યે આ પ્રભુ કૃપા કંપનીની સાઇટ પર મીલીનેયમ કોમ્પ્લેક્ષની બાજુમાં ક્ધટેનરમાં બનાવેલ સાઇટ ઓફીસ પર રોજીંદા કામ પુરા કરી આ મારી પ્રભુ ગૃપ કંપનીએ આપેલ લેપટોપ ઓફીસમાં મૂકી ઓફીસ બંધ કરી હતી.
ત્યારબાદ તા.06/07ના રોજ સવારના આસપાસ હું મારા ઘરે હતો ત્યારે મને અમારા સાઇડ સુપરવાઇઝર હરેશભાઇ સાવલીયાનો ફોન આવેલ અને તેમણે ઓફીસમાં ચોરી થયાનું જણાવ્યું હતું અને ઓફીસમાં તપાસ કરતા ત્યાં ભાંગતોડ કરી અને બાદમાં ત્યાં રાખેલું 65 હજારનું લેપટોપ કોઈએ ચોરી કર્યાનું જાણવા મળતા રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.