ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો: પોલીસ સાથે ઘર્ષણ
દૂધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવ મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા :ઉગ્ર દેખાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. દૂધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવ મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતરી તંત્રની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાઈવે પર ઉગ્ર દેખાવ કરનારા દૂધરેજ ગામના ગ્રામજનોની પોલીસ દ્વાર અટકાયત કરવામાં આવી. દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું.હતું
દુધરેજ ગામમાં લાંબા સમયથી પીવાના પાણીને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ગામમાં આવતું પીવાના પાણીની સમસ્યા તેમજ ગામમાં સ્વચ્છતાના અભાવ જોવા મળતો ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ભર ઉનાળો છતાં ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવતું નથી. પાણી ના મળવાના કારણે ગામનો મોટાભાગનો લોકો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા છે. અનેક વખત પાણીને લઈને તંત્રને રજૂઆત કરવા છતા કોઈ સુધારો ના થતા તંત્રની કામગીરી સામેં સ્થાનિક લોકોએ રોષ વ્યકત કર્યો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉગ્ર દેખાવ કરતાં હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ આ વિરોધમાં સામેલ થયા હતા.
ગ્રામજનોનું કહેવું છે કે કલેકટર કમિશનર અને અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી તે છતાં પણ પ્રશ્નનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. આખરે અમારે આ રસ્તો અપનાવવો પડ્યો. પ્રાથમિક સુવિધા મામલે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો.ગ્રામજનો દ્વારા હાઇવે ચક્કાજામ કરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ટ્રાફિકજામ થતા આખરે પોલીસ એકશનમાં આવી. અને હાઇવે ચક્કાજામ કરનારા ગ્રામજનોને પોલીસે ડિટેન કર્યા. દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ જોવા મળ્યું.