નાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખ
દારૂનાં ધંધા ફૂલ્યા ફાલ્યા, બૂટલેગરોને છાવરતાનાં આક્ષેપ સાથે તપાસ અને પગલાંની માંગ કરી ચકચાર જગાવ્યો
ચોટીલા પંથકમાં લાખોનાં ઇંગ્લીશ દારૂૂનાં ચાલું કટીંગ અને દારૂૂનો જથ્થો પકડાયો છે તેવા સમયે તાલુકા પંચાયત પ્રમુખનો સનસનાટી મચાવતા પત્ર એ ચકચાર જગાવી છે.
નાની મોલડી પીએસઆઇ નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ દેખાડી હેરાન કરતા હોવાનાં લેખિત આક્ષેપ કરી પ્રમુખે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાને પત્ર પાઠવી ખાતાકિય પગલા ભરવા અને બદલી કરવા માંગ કરતો પત્ર લખીને ચકચાર જગાવી છે.
તાલુકા પંચાયત પ્રમુખ શાંતુબેન પીઠાભાઈ વાઘેલાએ ધારાસભ્યને સંબોધિત મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી સહિતનાને પત્ર મોકલી નાની મોલડી પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે તપાસ અને ખાતાકિય પગલા ભરવા તેમજ બદલીની માગણી કરી છે.
પ્રમુખ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે ચોટીલાનાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સપેકટર છેલ્લે બે મહિનાથી આ વિસ્તારના ગરીબ મજુર, ખેડુતો અને નાના ધંધાર્થીઓની સામે પોલીસનો ખોફ દેખાડી વિસ્તારના સામાન્ય લોકોને હેરાન કરે છે. પોસ્ટીંગ થઈ ત્યારથી આ વિસ્તારમાં ગુન્હાઓ અને દેશી તથા વિદેશી દારૂૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે.
જે લોકો દારૂૂનો ધંધા કરે છે તેઓને છાવરતા હોય છે.નાના અને મધ્યમ વર્ગના લોકો ને હેરાનગતી કરતા હોય છે. આંણદપુર આઉટ પોસ્ટ ખાતે ક્યારેય હાજર રહેતા નથી માત્રને માત્ર તેઓના માનીતા પોલીસ કોસ્ટબલ દ્રારા હપ્તા વસુલીપર ધ્યાન આપતા હોય છે. તેવા ગંભીર પ્રકારનાં લેખિત આક્ષેપ કરી ગરીબ મધ્યમવર્ગ અને ખેડુત વિરોધી પોલીસ અધિકારી સામે ખાતાકિય તપાસ કરી તતકાળ તેઓની બદલી કરવાની માગણી કરતા ચકચાર જગાવી છે.
સરકારનાં જ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિને ધારાસભ્ય સહિતનાને વિસ્તારની ગંભીર સ્થિતિ હોવાનો ચિતાર આપતો પત્ર લખવો પડે તે થોડામાં ઘણું કહી જાય છે!
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ જીવણભાઇ મકવાણા કુટણખાનાનાં ગુનામાં આરોપી તરીકે પોણા બે વર્ષે નાટયાત્મક રીતે પોલીસનાં હાથમાં આવી જેલ હવાલે થયા છે તેમના પત્ની વર્તમાન સદસ્ય છે.
ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનાં ચાલુ કટીંગનાં દરોડામાં તાલુકા પંચાયત સદસ્ય ચતુરભાઇ પરાલીયા તેમના સગ્ગા ભાઇ રાજુભાઈ પરાલીયા મુખ્ય આરોપી તરીકે પોલીસ પકડથી બહાર છે.
ચોટીલા પોલીસે આ જ કટીંગ પૈકી પકડેલા 1128 બોટલનાં ગુનામાં વર્તમાન મહિલા સદસ્ય અને પૂર્વ પ્રમુખ પુત્ર સુરેશ મકવાણા પોલીસનાં હાથે ઝડપાઇ ગયેલ છે. ભાજપનાં જ ચૂંટાયેલા પદાધિકારીઓ ગુનાખોરીમાં સામેલ હોવાનું પોલીસ દફતરે નોંધાઈ છે તેવા સમયે ભાજપની તાલુકા પંચાયત પ્રમુખનો પત્ર તાલુકાનો ગંભીર વર્તમાન તરફ ઇશારો કરતો હોવાનું કહેવાય છે.
ચોટીલા- મોલડી વિસ્તારમાં છેલ્લા થોડા મહિનાઓમાં નોંધાયેલા ગુનાઓ તેમજ તાજેતરમાં પકડાયેલા દારૂૂનાં જથ્થાને જોતા પંથકની પરિસ્થિતિનો ચિતાર વગર કહ્યે ઉડીને આંખે વળગે છે. ગૃહ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ પવિત્ર યાત્રાધામને ડાઘ લગાડતી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત-નાબુદ કરવા કમર કસવાની જરૂૂર હોય તેમ લોકો કહી રહ્યા છે.