ગુજરાતમાં 7612 ગુંડાઓનું લિસ્ટ, ધોકા-બુલડોઝર શરૂ
59ને પાસામાં ધકેલી દેવાયા, 724 સામે અટકાયતી પગલાં, 16ના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા, 81 લંગરિયા કટ
ગુજરાતમાં ગુંડાગીરી અને ગુનાખોરી કાબુમાં લેવા માટે સરકારે દરેક શહેર-જિલ્લાના અસામાજિક તત્વોના 100 કલાકમાં લિસ્ટ બનાવવા તમામ રેન્જ આઇ.જી., પોલીસ કમિશનરો અને રૂરલ એસ.પી.ને સુચના આપ્યા બાદ સમય મર્યાદા પુરી થતા રાજયમાં કુલ 7612 ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. અને આજથી જ અસામાજિક તત્વો સામે એકશન શરૂ કરી દીધા છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ- 7612 ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગાર, 2149 શરીર સબંધી, 958 મિલકત સબંધી, 179 માઇનિ અને 545 અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમા 7, મોરબીમાં 12 એમ. કુલ 59 લોકો સામે પાસા ઈસમો વિરુધ્ધ હદપારો ફરેલ છે.લ પર પોસા કરેલ છે, 10 ઇસમો વિરૂૂધ્ધ વિરૂૂધ્ધ હદપારી કરેલ છે, 724 ઇસમો વિરૂૂધ્ધ મ અટકાયતી પગલાં લીધા છે અને 16 ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરેલ છે અને 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરેલ છે.
તેમજ આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડીમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરેવામાં આવશે.આ સમયગાળા દરમ્યાન કોમ્બીંગ, નાઇટ પેટ્રોલીંગ, રેઇડ, વાહન ચેકીંગ, ફુટ પેટ્રોલીંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
SMCએ ટોપમોસ્ટ 15 બૂટલેગરનું લિસ્ટ જાહેર કર્યું
રાજકોટના અલ્તાફ છ આંગળીનું પણ નામ
ગુજરાતમાં ગુનેગારોના જિલ્લા વાઇઝ લિસ્ટ બનાવી પોલીસ દ્વારા એકશન શરૂ કરાયા છે ત્યારે સમયાંતરે કરોડો રૂપીયાનો દારૂ ઝડપી લેતા સ્ટેટ મોનિટરીંગ સેલે પણ ગુજરાતમાં મોટા પાયે દારૂ ઠાલવતા મોટા 15 બુટલેગરોનું લિસ્ટ બનાવી તેની મિલકતોની ઓળખ પણ શરૂ કરી છે. આ છ મોટા બુટલેગરોમાં રાજકોટના અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ થઇમનું પણ નામ છે. અને તેનું થોરાળામાં ન્યુ વિજયનગરમાં ગેરકાયદે મકાન પણ હોવાનું બહાર આવ્યું છે.આ સિવાય એસએમસી દ્વારા તૈયાર કરાયેલ યાદીમાં અમદાવાદનો જાણીતા જુગારી ગીરીશ (ટોમી ઉંજા) પરશોતમ પટેલ, ભરૂચનો બુટલેગર નયન (બોબડો) કિશોરચંદ્ર કાયસ્થ, અમદાવાદના બુટલેગર બાબુ રાઠોડ, લક્ષ્મણસિંહ (ક્રિષ્ના) રાઠોડ, સાવન દિદાવાલા, રાજુ 7 ગેન્ડી રૂપચંદ ક્રિષ્ણાની, જુગારી ગોવિંદ (ગામો) ખોડીદાસ પટેલ, કચ્છના અશોકસિંહ (મામા) જાડેજા, પુના ભરવાડ, સુરેન્દ્રનગરના કોમીકલ ચોરીમાં સંડોવાયેલ રવીરાજ કાઠી, સુરતનો બુટલેગર રામવરણ (મુન્નો લંગડો) યાદવ, મહમદ સલીમ ઉર્ફે ફ્રુટવાલા, મહંમદ ફિરોજ ઉર્ફે ફ્રુટવાલા તથા જુનાગઢના બુટલેગર ધિરેન કારીયાનો સમાવેશ થાય છે.