માલવણ હાઈવે પર ફૂલકુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માલવણ તરફથી આવતી એક કારમાંથી બે લાખથી વધુનો દારૂૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને જોઇ બુટલેગરે કાર ભગાવી હતી પરંતુ પોલીસે પીછો કરી એકને ઝડપી પાડયો હતો જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂૂ, બિયર, કાર સહિત રૂૂા.7.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માલવણ-કચ્છ નેશનલ હાઈવે પર માલવણ તરફથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ ભરી હળવદ-મોરબી તરફ જતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં બાતમીવાળી કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કારને પુરપાટ ઝડપે ભગાવી હતી. જોકે, પોલીસે ફલકુ નદીના બોર્ડ પાસે રોડ પર આડસ રાખી રસ્તો બ્લોક કરતા કાર ફલકુ નદીના પુલ પાસે ઉભી રહી ગઇ હતી. કારમાંથી બે શખ્સો ભાગવા જતા પોલીસ ટીમે પીછો કરી એક શખ્સ જેઠારામ ખેતારામ જાખડ (રહે.બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો જ્યારે બીજો શખસ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. કારની તલાસી લેતા તેમાંથી બીયરના 1056 નંગ ટીન (કિં.રૂૂા. 1,32,000), ઈંગ્લીશ દારૂૂની 110 નંગ બોટલ (કિં.રૂૂા. 76,920) મળી આવી હતી. પોલીસે બિયર, દારૂૂ, મોબાઈલ (કિં.રૂૂા.5,000), કાર (કિં.રૂૂા.5 લાખ) સહિત કુલ રૂૂા. 7,13,920નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખ્સ અને ફરાર શખ્સ વિરૂૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.