આનંદનગર કવાર્ટરમાંથી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો: બૂટલેગર ફરાર
04:43 PM Feb 22, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના કોઠારીયા રોડ પર આનંદનગર કવાર્ટરમાંથી પોલીસે દરોડો પાડી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. જાણવા મળતી વિગત મુજબ પીસીબીના એએસઆઇ મહિપાલસિંહ ઝાલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
Advertisement
દરમિયાન આનંદનગર કોલોની બ્લોક નં.7, કવાર્ટર નં.150માં રહેતો ઉપેશ ઉર્ફે કાનો રાજુભાઇ સોલંકી નામનો શખ્સ પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી મકાનની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં.47 અને ચપલા નં.96 મળી કુલ રૂા.80714નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે પોલીસે દરોડો પાડી તે પહેલા બુટલેગર ઉપેશ ઉર્ફે કાનો સોલંકી ફરાર થઇ ગયો હતો.
જેથી આ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Next Article
Advertisement