રાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો વાપી નજીક દરોડો, 91 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ
મેગીની આડમાં દારૂ મગાવનાર રાજકોટના બૂટલેગર અને સપ્લાયર સહિત 3ના નામ ખુલ્યા
મુંબઈ-વાપી હાઈવે ઉપર ભીલોડા ચેકપોસ્ટ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 71.10 લાખની કિંમતની 10,487 બોટલ વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત રૂા. 91 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ડ્રાયવરની ધરપકડ કરી હતી. ગોવાથી આજથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હોય અને મેગીની આડમાં આ દારૂનો જથ્થો રાજકોટ પહોંચે તે પૂર્વે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસવી ગરચર અને તેમની ટીમે બાતમીના આધારે ભીલોડા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. મુંબઈ-વાપી હાઈવે પર આરટીઓની ભીલોડા ચેકપોસ્ટ નજીક ટ્રક નં. જીજે 5 એવી 7085ને એસએસીની ટીમે અટકાવ્યો હતો. આ ટ્રકમાં મેગીના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
એસએમસીની ટીમે તપાસકરતા રૂા. 71.10 લાખની કિંમતનું 10,487 બોટલ વિદેશી દારૂ તેમજ 25 હજારની કિંમતના 250 મેગીના બોક્સ સહિત 91 લાખનો મુદ્દામાલકબ્જે કરી રાજસ્થાનના જાલોર જિલ્લાના સંગવાડાના સુરેશ દેરામારમ પનવારની ધરપકડ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, આ દારૂનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો અને રાજસ્થાનના શ્રવણ બિશ્ર્નોઈએ આ જથ્થો ગોવાથી મોકલ્યો હતો જેમાં મદદગારી કરનાર શ્રવણના સાગરીત અને રાજકોટદના બુટલેગર સહિત 3 ના નામ ખુલ્યા છે. એસએમસીએ પાડેલા દરોડામાં રાજકોટના બુટલેગર સહિતનાઓની શોધખોળ શરૂ કરી છે.
રો રો ફેરીમાં સૌરાષ્ટ્રના બૂટલેગરે મગાવેલો 19 લાખનો દારૂ પકડાયો
સુરત શહેરમાં હજીરા ખાતે રો રો ફેરીના પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 19.20 લાખના દારૂ ભરેલા ટ્રક સહિત 36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના હુસેન મહેબુબ નદાફ અને હિરાલાલ ભાષાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ગીર સોમનાથના બુટલેગરે મંગાવ્યો હતો. જેમાં એસએમસીએ દારૂનો જથ્થો મોકલનાર મહારાષ્ટ્રના વિરારના સપ્લાયર અને ગીર સોમનાથના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં દારૂૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં હજીરા ખાતે આવેલા રો રો ફેરીના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો જ્યાંથી આઈસર ગાડીમાંથી તેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.