For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયો

01:11 PM Nov 06, 2025 IST | admin
જામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયો

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડયો છે, અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઇ રૂૂપિયા સાડા તેર લાખની માલમતા કબજે કરી છે, જયારે દારૂૂ ના સપ્લાયર ને ફરારી જાહેર કરાયા છે.

Advertisement

ઇંગલિશ દારૂૂ અંગેનો સૌ પ્રથમ દરોડો એલસીબીની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે પાડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને આંતરીને તેની તલાસી લેતા કારમાંથી 384 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો.

તેથી પોલીસે કાર અને દારૂૂ સહિત રૂૂપિયા 6,97,00 ની માલમતા કબજે કરી છે, જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના અશોક પ્રતાપભાઈ પરમાર તેમજ દીપક દેવજીભાઈ શિયાળ ની અટકાયત કરી લીધી છે. જે બંનેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ જામનગર ના રણજીત સાગર રોડ પર રહેતા સદ્દામ ઉર્ફે મુન્ના બોદુભાઈ સાફિયા એ મંગાવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરવામાં આવી છે. ધ્રોલ પોલીસે વિદેશી દારૂૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને રૂૂપિયા 6,66,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. લતીપર તરફથી ધ્રોલ આવતી એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

ધ્રોલ પોલીસે ગાંધીચોકમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી, જે તલાસી દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂૂની 324 નંગ બાટલીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત રૂૂપિયા 6,66.000 ની માલમતા કબજે કરી હતી. જ્યારે કાર ની અંદર બેઠેલા જામનગરના સુનિલ જયસુખભાઈ મકવાણા ની અટકાયત કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ દારૂૂનો જથ્થો જામનગરમાં રહેતા સદામ ઉર્ફે મુન્નો બોદુભાઈ સફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement