For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો

11:34 AM Apr 29, 2025 IST | Bhumika
વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા 67 લાખનો દારૂ ઝડપાયો

Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 1,02,77,920/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર નંબર- છઉં-14-ૠૠ-5205 વાળુ રાજકોટ તરફ જનાર છે. જે ટ્રેઇલરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલપ્લાઝા પાસે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમીવાળુ ટ્રેઇલર નીકળતા તેમાં આરોપી સતારામ કૂશારામ જેશારામજી ખોથ રહે.

Advertisement

જાયડુ ગામ લેગાખોથા કી ઢાણી તા.રામસર જી.બાડમેર રાજસ્થાનવાળા ઇસમ પાસેથી ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 1,02,77,920/- ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા માલ મોકલનાર કિશોર સારણ રહે ખડીર ગામ તા.રામસર જી.બાડમેર રાજસ્થાનવાળાનૂ નામ ખુલતા બંને ઇસમો વિરૂૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement