અમદાવાદના ગોડાઉનમાં છૂપાવેલા રૂપિયા 67.69 લાખનો દારૂ પકડાયો
અમદાવાદ નજીક વેહલાલ ગામ, વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3, પ્લોટ નં.8માં આવેલ એક ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.67,69,152ની કીમતની 21,696 બોટલ વિદેશી દારૂૂ પકડી પાડ્યો હતો. આ દરોડા બાદ ગોડાઉન માલિક સહીત પાંચ ને વોન્ટેડ જાહેર કર્યા છે.
અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેહલાલ ગામ, વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-3, પ્લોટ નં.8માં એક ગોડાઉનમાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ગોડાઉનમાં છુપાવેલ રૂૂ.67,69,152ની કીમતની 21,696 બોટલ વિદેશી દારૂૂ પકડી પાડ્યો હતો.
તપાસ કરતા આ દારૂૂનો જંગી જથ્થો પ્રવિણ બિશ્નોઈએ રાજસ્થાનથી મોકલ્યો હતો જયારે મનોહર બિશ્નોઈ અને બીરબલ બિશ્નોઈએ જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો મહારાષ્ટ્ર થાણેના ભાયંદરપાડાના શ્યામ એન્ટરપ્રાઇઝ વાળા માયલા સોહનલાલ સુરેન્દ્રકુમારના ગોડાઉનમાં છુપાવ્યો હતો. આ તમામ પાંચ શખ્સોને ફરાર જાહેર કર્યા હતા.
કાગળની પેપર ડીસ અને વાટકા બનાવવાનાં કારખાનામા આ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. કાગળનાં વાટકા બનાવવાની આડમા દારૂનો વેપલો થતો હોવાનુ જાણવા મળ્યુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામલીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.આર.રબારી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.