ભાણવડના બૂટલેગરે મંગાવેલો 66 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલનો ગોધરા પાસે દરોડો: રાણાવાવના શખ્સની ધરપકડ, સપ્લાયર સહિત ત્રણના નામ ખુલ્યા
ગોધરા હાઈવે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 66.57 લાખની કિંમતનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી 97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનના સપ્લાયરે મોકલ્યો હતો. જ્યારે દારૂ પોરબંદરના બે બુટલેગરોએ મંગાવ્યો હતો દારૂ ભરેલા ટ્રક સાથે રાણાવાવના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સપ્લાયર અને બુટલેગર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે.
મળતી વિગતો મુજબ ગોધરા હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. આ ટ્રકના ચાલક પોરબંદરના રાણાવાવના દેવો ખીમાભાઈ મોરીની ધરપકડ કરી હતી. ટ્રકમાંથી રૂા. 66.57 લાખની કિંમતની 16,370 બોટલ દારૂઝડપી પાડ્યો હતો. સોયાબીનના જથ્થાની આડમાં આ દારૂનો જથ્થો છુપાવ્યો હતો સ્ટેટ મોનીટરીંગ સેલે રૂા. 97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાસ્તર ગામના રાજુ અમરાભાઈ કોડિયાતર અને ઓડેદરના ભાવેશ મેરામ કોડિયાતરે મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજસ્થાનથી આવતો અને સોયાબીનના બેગની આડમાં છુપાવેલો આ 16 હજાર બોટલ દારૂ તેમજ 30 લાખનો ટ્રક સહિત રૂા. 97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનના સપ્લાયરે ભરી આપ્યો હતો અને ટ્રક ચાલક દેવાએ રાજસ્થાનથી વાયા પંચમહાલ થઈ ગોધરા હાઈવે ઉપરથી આ દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તરફ લઈ જવાનો હતો તે પૂર્વે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બુટલેગર રાજુ, ભાવેશ અને રાજસ્થાનના સપ્લાયરના નામ ખોલી નાખ્યાહ તા. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એ.વી. પટેલ અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.