ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના બૂટલેગરે મગાવેલો 64 લાખનો દારૂ ઝડપાયો

01:04 PM Feb 19, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ખેડાના ગોડાઉનમાં હાઈવે ઉપર સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો 1 કરોડના મુદ્દામાલ સાથે સગીર સહિત 9ની ધરપકડ, ભાવનગરના બૂટલેગર સહિત 7ના નામ ખુલ્યા

Advertisement

ભાવનગરના બુટલેગરે મંગાવેલો 64 લાખના દારૂને એસએમસીએ ખેડા પેસેથી ઝડપી લઈ સગીર સહિત 9ની ધરપકડ કરી એક કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ભાવનગરના બુટલેગર સહિત 8ના નામ ખોલ્યા છે. રાજસ્થાનથી આ દારૂ ભાવનગર મોકલવા માટે ખેડા નજીક એક ગોડાઉનમાં દારૂનું કટીંગ કરવામાં આવ્યુ ંહતું અને ત્યાંથી આ જથ્થો ભાવનગર મોકલવાનો હતો તે પૂર્વે એસએમસીએ દરોડો પાડ્યફો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ખેડાના દાળિયા કોલેજ નજીક વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂા. 64.75 લાખની કિંમતનો 27,948 બોટલ દારૂ તથા પાંચ વાહનો મળી રૂા. 1 કરોડના મુદ્દામાલ સાથે દારૂનુ કટીંગ કરનાર વિકાસ પરમાનંદ યાદવ, ઘેવર રામ લાભુરામ દેવાસી, દિનેશ મદનભાઈ શર્મા, સુરેશ ઈશ્ર્વરસિંગ જાટ, વિજય મથુરામ મેઘવાડ, સૌરભ રાજેન્દ્રસિંગ મેઘવાડ, યોગેશ દિલીપભાઈ મેઘવાડ, જિતેન્દ્ર માનસીંગ મેઘવાડ અને એક સગીર સહિત 9ની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર ભાવનગરના વિજયસિંહ તેમજ દારૂનો જથ્થો સાચવવા માટે ગોડાઉન ભાડે આપનાર મનીષ અશોકભાઈ શર્મા તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને લાઈન ચલાવનાર વજારામ જયારામ બિશ્ર્નોઈ, રાજુ માલી, તથા હોન્ડા, અમેજકાર, ટાટા છોટા હાથીનો માલીક અને પીકઅપ વાનના માલીક સહિત 7ના નામ ખોલી તમામને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય તથા ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી એસએમસીના પીએસઆઈ એસ.આર. શર્મા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.

સુરેન્દ્રનગરમાં એસએમસીનો દરોડો, 3.28 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગરમાં એસએમસીની ટીમે બુટલેગર હાજી મોટવાણીના ઘરે દરોડો પાડી ત્યાંથી રૂા. 3.28 લાખની કિંમતનો 1051 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી દરોડામાં દારૂનો જથ્થો મંગાવનાર સુત્રધાર સલીમ સુલેમાન મોવત અને મકાન માલીક એઝાઝ હાલી મોટવાણીની ધરપકડ કરી હતી. એસએમસીની ટીમે સુરેન્દ્રનગરમાં બુટલેગરના ઘરે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ સામે આ મામલે અનેક સવાલો ઉભા થયા છે. જેને લઈને આગામી દિવસોમાં પગલા ભરાશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Tags :
bhavnagarbhavnagar newsbootleggergujaratgujarat newsliquor
Advertisement
Advertisement