હરિયાણાથી લાકડાની આડમાં કચ્છ જતો રૂા.62.19 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો વડોદરા છાણી પાસે દરોડો,80.82 લાખનો મુદ્દામાલ કબજે
હરિયાણાના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ, બે સપ્લાયર સહિત ત્રણ ના નામ ખુલ્યા
વડોદરાથી આણંદ નજીક છાણી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી હરિયાણાથી કચ્છ લઇ જવાતા રૂૂ.62.19 લાખના વિદેશી દારૂૂ ભરેલા ટ્રક સહીત રૂૂ.80 લાખના મુદ્દામાલ સાથે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી તપાસ કરતા દારૂૂ મંગાવનાર કચ્છના બુટલેગર અને સપ્લાયરના નામ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.બી.વનાર સહિતના સ્ટાફે બાતમીને આધારે વોચ ગોઠવી નેશનલ હાઇવે 48 પર વડોદરાથી આણંદ સુધી GSFC બ્રિજ, છાણી પાસે એક ટ્રકને અટકાવ્યો હતો જેમાં લાકડાના ભૂસા નીચે છુપાવીને લઇ જવાતો રૂૂ. 62,19,850ની કીમતનો 15538 બોટલ વિદેશી દારૂૂ સાથે ટ્રક ચાલક હરિયાણાના સતવીરસિંહ કાશ્મીરસિંહ વાલ્મીકી અને ક્લીનર મનજીત રાજેન્દ્ર કુમાર શર્માની ધરપકડ કરી પુછપરછ કરતા હરિયાણાના સપ્લાયર ઋષિરાજ તેમજ રાકેશ જાટ અને દારૂૂ મંગાવનાર કચ્છ ગાંધીધામના બુટલેગરનું નામ ખુલ્યું હતું. ટ્રક સહીત રૂૂ.80.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.