હોટલ સંચાલકના ઘરના ભોંયરામાંથી 5.90 લાખનો દારૂ ઝડપાયો
પીસીબીની ટીમની બાતમીના આધારે દરોડો, કુબલિયાપરામાંથી 28 હજારનો દેશી દારૂ ઝડપાયો
રાજકોટના કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલ પાછળ સિલ્વર એવન્યુ શેરીમાં રહેતા હોટલ સંચાલકના ઘરે ભોયરામાંથી પીસીબીની ટીમે રૂા.5.90 લાખનો 362 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
મળતી વિગત મુજબ,પીસીબી શાખાના પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીઆઈ એમ.જે.હુંણની રાહબરીમાં એએસઆઈ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફને મળેલી બાતમીના આધારે કાલાવાડ રોડ પરીમલ સ્કુલ પાછળ સીલ્વર એવન્યુ શેરી નં.3/5 નો ખુણો મકાન નંબર-56 માં રહેતા કિશોરસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડયો હતો.
મકાનના પાકીંગમાં એક રૂૂમ આવેલ હોય જેમાં એક લાકડાનો કબાટ અંદર પાછળના ભાગે ટાઇલ્સ હોય જે ટાઇલ્સને ધકકો મારતા ટાઇલ્સ ખુલી ગયેલ અને ત્યાંથી અંદર જવાનું ભોયરૂૂ આવેલ હોય જેમાં જોતા લાકડાના કબાટ બનાવેલ હતાં. જેના ખાના ખુલ્લા હોય અને તે ખાનામાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂૂની બોટલો હતી. પીસીબીની ટીમે કુલ 362 બોટલ વિદેશી દારૂૂ રૂૂમ.5.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીને દારૂૂ રાજસ્થાનના શખ્સ પાસેથી મંગાવતો હતો અને તે અહીં મકાનમાં જ દારૂૂ રાખી છૂટકમાં વેચાણ કરતો હતો. તે સાથે હોટલ પણ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ દારૂૂના બે થી વધુ ગુના નોંધાય ચૂકેલ છે. બીજા દરોડામાં પીસીબીએ કુબલીયાપરામાં દરોડો પાડી રૂા.28 હજારની કિંમતનો 140 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂ જતીન જનક સોલંકીનો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી હતી.
પીસીબીના પીઆઈ એમ.જે.હુંણ સાથે પીઆઈ પી.બી. ત્રાજીયા, સંતોષભાઈ મોરી, મયુરભાઈ પલારીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ, વીરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, રાહુલ ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, હિરેનભાઈ સોલંકી, નગીનભાઈ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
ભગવતીપરાની મોમાઈ રેસિડેન્સીમાંથી 1.36 લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો
ભગવતીપરા મેઇન રોડ પર બદરી પાર્ક નજીક આવેલી મોમાઈ રેસીડેન્સી-01 મકાન નંબર.10માં વેચાણ માટે દારૂૂ લવાયો હોવાની બાદમી મળતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ. એન. જાડેજા અને મનજીભાઈ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડી રીક્ષા ચાલક સતાર કાદરભાઈ સરવદીને ઝડપી લઇ તેની પાસેથી બે લીટર વાળી 40 દારૂૂની બોટલ મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.