જૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી ભોયરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન 1901 બોટલ દારૂૂ કબ્જે કર્યો છે. આ દારૂૂની કિંમત રૂૂ. 5,45,764 છે. બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત રૂૂ. 5,56,764 છે.
પોલીસે 50 વર્ષીય ગલાભાઇ હમીરભાઇ રાડાને સ્થળ પરથી પકડી લીધો છે. તેનો સાથીદાર અજય ભુરાભાઇ રાડા ફરાર થઇ ગયો છે. અજય રાડા સામે અગાઉ પ્રોહીબીશન અધિનિયમના 9 ગુના નોંધાયેલા છે. પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂૂ કરી છે.
આ કેસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81 હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના નેતૃત્વમાં પોલીસની ટીમે આ કામગીરી અંજામ આપી છે.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દારૂૂબંધી અભિયાન ચાલી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી. ગલાભાઇ હમીરભાઇ રાડાના મકાનમાં વિદેશી દારૂૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.
---