જામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયો
કટિંગ ચાલતું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી, 68.86 લાખનો મુદ્ામાલ કબજે
બે શખ્સોની ધરપકડ, જામકંડોરણા, દેવભૂમિ દ્વારકા અને જામનગરના બૂટલેગરો સહિત 9 શખ્સો વોન્ટેડ જાહેર
જામકંડોરણાના રાજપરા ગામની સીમમા ફાર્મ હાઉસમા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી પશુ આહર આડમા લાવવામા આવેલો અને કટીંગ થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. એસએમસીએ પાડેલા દરોડામા રૂ. 44.19 લાખની કિંમતની 7016 બોટલ વિદેશી દારૂ સહીત રૂ. 68.86 લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો આ દરોડામા જામનગરનાં અને દાહોદનાં શખ્સની ધરપકડ કરવામા આવી હતી. જયારે ફાર્મ હાઉસનાં માલીક સહીત જામ કંડોરણા, દ્વારકા અને જામનગરનાં બુટલેગરો સહીત 9 શખ્સો ફરાર થઇ ગયા હતા જેને વોન્ટેડ જાહેર કરાયા છે.
મળતી વિગતો મુજબ જામકંડોરાણાનાં રાજપરા ગામની સીમમા જીતેન્દ્રસિંહ ભગવતસિંહ પઢીયારનાં ફાર્મ હાઉસમા દારૂનુ કટીંગ ચાલતુ હોવાની બાતમીનાં આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો ફાર્મ હાઉસમા દારૂનુ કટીંગ ચાલતુ હતુ ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરોડાથી નાસભાગ મચી ગઇ હતી આ દરોડામા પશુ આહારની આડમા ઘુસાડવામા આવેલા 7016 બોટલ વિદેશી દારુનો જથ્થો કબજે કરવામા આવ્યો હતો. રૂ. 44.19 લાખના દારૂ તથા બે વાહન મળી કુલ રૂ. 6886 લાખનાં મુદામાલ સાથે જામનગરનાં મચ્છરનગરમા રહેતા યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને દાહોદનાં રમેશ ઇશ્ર્વર ડાંગીની ધરપકડ કરવામા આવી હતી પુછપરછમા આ દારૂનો જથ્થો મંગાવનાર અને કટીંગ કરનારનાં નામ ખુલ્યા હતા જેમા દેવભુમી દ્વારકાનાં રાણપરનાં અરજણ આલાભાઇ કોડીયાતર અને ધનાભાઇ આલાભાઇ કોડીયાતરે કરમણભાઇ જગાભાઇ રબારી સાથે મળી આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને જામકંડોરણાનાં રાજપરાનાં જીતેન્દ્રસિંહ પઢીયારનાં ફાર્મ હાઉસમા દારૂનો જથ્થો ઉતાર્યા બાદ કટીંગ કરી લઇ જવાનો હતો.
જેમા જામનગરનાં પ્રતાપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, તખુભા રાઠોડ, દિવ્યેશ ઉર્ફે ડીકે અને ટ્રક ડ્રાઇવર તેમજ કલીનર અને પંજાબથી આ દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયર સહીત 9 ને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલનાં ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે. ટી. કામરીયાની સુચનાથી પીએસઆઇ એસ. વી. ગરચર અને તેમની ટીમે કામગીરી કરી હતી.
પશુઆહારની આડમા પંજાબથી દારૂનો જથ્થો મગાવ્યો હતો
જામ કંડોરણાનાં રાજપરા નજીક ધારની સીમમા ફાર્મ હાઉસમા દારૂનુ કટીંગ ચાલતુ હોય ત્યારે એસએમસી ત્રાટકી હતી તપાસમા જાણવા મળ્યુ કે આ દારૂનો જથ્થો પંજાબથી લાવવામા આવ્યો હતો પશુઆહારની આડમા આ દારૂનો જથ્થો ગુજરાતમા ઘુસાડવામા આવ્યા બાદ રાજપરાનાં જીતેન્દ્ર પઢીયારનાં ફાર્મ હાઉસમા કટીંગ કર્યા બાદ દ્વારકા, જામનગર અને સૌરાષ્ટ્રનાં અલગ અલગ બુટલેગરને આ દારૂનો જથ્થો સપ્લાય કરવાનો હતો તે પુર્વે એસએમસીએ દરોડો પાડતા બુટલેગરોમા નાસભાગ મચી ગઇ હતી.