આટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો દરોડો,સગીર સહિત બે ઝડપાયા, સપ્લાયર સહિત 4ના નામ ખુલ્યા
જસદણના આટકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે, અલગ અલગ બ્રાન્ડની 1100 પેટી વિદેશી દારૂૂની ઝડપી પાડી છે, ટ્રક ડ્રાઇવર સહિત 2ની કરી ધરપકડ કરી દારૂૂ સપ્લાય કરનાર રાજસ્થાનના કુખ્યાત સપ્લાયર સહીતના નામ ખોલ્યા છે.દારૂૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશમાં પોલીસે તપાસ શરૂૂ કરી છે. 31 ડિસેમ્બર પૂર્વે મંગાવેલ દારૂૂનો જથ્થા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.2.22 કરોડ રુપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે ટેન્કરમાં દારૂૂ ભરીને લવાયો હતો. જે ખાલી કરવા માટે મજૂરોની મદદ લેવી પડી હતી.
આટકોટ નજીક બાપા સીતારામ હોટેલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી દારૂૂ ઝડપીને આટકોટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં દારૂૂ ઉતારવા માટે મજૂરોની મદદ લેવામાં આવી હતી. એટલે કે અંદાજે 10થી વધુ મજૂરો અને હોમગાર્ડ્સના જવાનોએ ટેન્કરમાંથી દારૂૂ ઉતાર્યો હતો.
આખું ટેન્કર દારૂૂનું ભરેલું હોવાથી ખાલી કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. સાથે જ દારૂૂનો જથ્થો ટેન્કરમાંથી ઉતારીને પોલીસ પરિસરમાં મૂકવામાં આવ્યો. ત્યારે પોલીસ સ્ટેશન પરિસર પણ દારૂૂનો બોક્સથી ઉભરાયું હોવાનો દ્રશ્યો જોવા મળ્યા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.વી.ગરચર અને તેમની ટીમે બાતમીને આધારે આટકોટમાં બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ટેન્કર નંબર આરજે09જીબી5960 માંથી 26,724 વિદેશી દારૂૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે ₹2,22,62,319 રુપિયા થઈ રહી છે.કુલ રૂૂ.2,47,95,419નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂૂ સાથે જોગારામ માલારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ડ્રાઇવર અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરની ધરપકડ કરી તપાસ કરતા આ દારૂૂ રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અનિલ પંડ્યાએ સપ્લાય કર્યો હતો અને એક અજાણ્યો વ્યક્તિ (અનિલ પાંડ્યાનો નોકર) વિસાલવાડી, મહારાષ્ટ્ર ટેન્કરનો માલિક તેમજ દારૂૂ મંગાવનાર સામે ગુનો નોંધ્યો છે.