ઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયો
બોટ અને મરઘા ફાર્મમાંથી 7211 બોટલ સાથે બે ઝડપાયા, પાંચ શખ્સો ફરાર
ઉના તાલુકાના ભીંગરણ ગામ નજીક દરિયાઈ ખાડીમાંથી અને એક પડતર મરઘા ફાર્મમાંથી પોલીસે ₹16.25 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 7211 વિદેશી દારૂૂની બોટલ, એક બોટ અને એક નાની હોડી જપ્ત કરવામાં આવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પાંચ અન્ય શખ્સો ફરાર છે.
જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને ભીંગરણ દરિયાઈ ખાડીમાં સ્મશાન નજીક બોટ દ્વારા દારૂૂ લાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પી.આઈ. વી.એમ. પટેલ, પી.એસ.આઈ. સિંધવ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ખાડીમાં શંકાસ્પદ પઅજમેરી સાગરથ નામની બોટ (નંબર ઈંગઉ-ઉઉ-02-ખખ 763)ની તલાશી લેતા ભીંગરણ ગામના ટંડેલ જેન્તી જગા મજેઠીયા અને રામેશ્વર ગામના દિલીપ હાજા સિંગડના કબજામાંથી 1931 બોટલ વિદેશી દારૂૂ, નાની હોડી, મોબાઈલ ફોન અને બોટ સહિત કુલ ₹10,97,225નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન, તેમણે ભીંગરણ ગામના રામાપીર મંદિર પાસે દરિયાઈ ખાડી નજીક આવેલા એક પડતર મરઘા ફાર્મમાં પણ દારૂૂનો જથ્થો હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક મરઘા ફાર્મમાં તપાસ કરતા ત્યાંથી 180 એમ.એલ.ની 5280 વિદેશી દારૂૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹5,28,000 આંકવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ ₹16,25,225ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 7211 વિદેશી દારૂૂની બોટલ, બોટ અને નાની હોડીનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂૂની હેરાફેરીમાં સંડોવાયેલા રોહિત મોહન વાજા, રોહિત ડાયા વાજા (બંને ભીંગરણ), વિજય રામસિંગ ચુડાસમા, રણજીત ઉર્ફે કોટવાળ નાનુ (બંને ચીખલી) અને જગદીશ ઉર્ફ ટીકુ હમીર બાંભણીયા સહિત પાંચ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂૂ કરી છે.
