થોરાળા, માલવિયા અને તાલુકા પોલીસે પકડેલા 1.21 લાખના દારૂનો નાશ કરાયો
04:31 PM Nov 29, 2025 IST | Bhumika
શહેરના થોરાળા, માલવીયા અને તાલુકા પોલીસ સ્ટેશને પકડેલા રૂા.9.21 લાખની કિંમતના દારૂનું આજે નાકરાવાળી પાસે નાશ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસના પૂર્વ અને દક્ષિણ વિભાગમાં આવતાં થોરાળા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે મહિનામાં પકડેલ કુલ 1372 બોટલ બિયર અને દારૂ તથા માલવીયાનગર પોલીસે પકડેલા 819 બિયર અને દારૂ તથા તાલુકા પોલીસ સ્ટેશને પકડેલા 546 દારૂ અને બિયર જેની કુલ કિંમત 9.21 લાખ છે. ત્રણ પોલીસ સ્ટેશને કરેલા કુલ 31 કેસમાં દારૂ બિયરના 2757 બોટલ અને બિયર કબજે કર્યા હોય આ 9.21 લાખના દારૂ બિયરના જથ્થા ઉપર નાકરવાળી પાસે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement