કોટડા સાંગાણી પાસે થર્ટી ફર્સ્ટ માટે મગાવેલ 12.47 લાખનો દારૂ ઝડપાયો
31 ડીસેમ્બર માટે મંગાવેલ વિદેશી દારૂૂનું કોટડા સાંગાણી વિસ્તારમાં માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાંથી દારૂૂના કટિંગ ચાલતું હતું ત્યારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો પાડી રૂૂ.12,47,040 ની કિંમતના વિદેશી દારૂૂ સહીત 31 લાખના મુદ્દમાલ સાથે રાજસ્થાન.ભાવનગર અને માણેકવાડાના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જયારે દરોડામાં દારૂૂનું કટિંગ કરતા મજુર સહિત 9 શખ્સો ફરાર થઇ ગયા હતા.
મળતી વિગતો મુજબ રાજકોટના માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાં ફોરેસ્ટ ની વીડીની બાજુમાં પડતર ખેતરમાંથી વિદેશી દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી. પી.આઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એચ.સી.ગોહીલ અને ટીમે દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં એલસીબીએ સ્થળ ઉપરથી પાંચ વાહનોમાં દારૂૂનું કટિંગ ચાલતું હતું એલસીબીના દરોડાથી નાસભાગ મચીગઈ હતી સ્થળ ઉપરથી એલસીબીની ટીમે પાંચ વાહનો સાથે રૂૂ. 12,47,040ની કિમંતની વિદેશી દારૂૂની 1512 બોટલ તેમજ રૂૂ.18.40 લાખના પાંચ ફોરવ્હીલ,રૂૂ.6,000ના મોબિલ અને 15 હજારની રોકડ સહીત રૂૂ.31 લાખનો મુદ્દમાલ કબજે કરી કોટડા સાંગાણીના માણેકવાડાના વીજયસીંહ ઉર્ફે રવીરાજસીંહ ચંદુભા જાડેજા, ભાવનગરના વલ્લભીપુરના રામપરના હરદિપસીંહ બહાદુરસીંહ ગોહીલ રહે. તેમજ રાજસ્થાન ઉદયપુરના અંગોરાના સત્યેન્દ્રસીંહ ગમેરસીંહ શેખાવતની ધરપકડ કર હતી.
આ દરોડામાં મૂળ માણેકવાડા હાલ-ગોંડલના ઇગ્લીશદારૂૂ નો જથ્થો મંગાવી દારૂૂનુ કટીંગ કરનાર મુખ્ય આરોપી અજયસીંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા સાથે દારૂૂ નો જથ્થો લેવા આવનાર તથા મજુરો લાવનાર હરમડીયાના જયપાલસિંહ દિગુભા જાડેજા તેમજ દારૂૂ નો જથ્થો મોકલનાર મુળ રાજસ્થાન હાલ અમદાવાદના કરણસિંહ રાઠોડ દારૂૂ નો જથ્થો હેરફેર કરનાર મજુર માણેકવાડાનો નવઘણ વેરશી ભરવાડ ,સુખા નાગજી ભરવાડ તેમજ રાજસ્થાનનો કેશરીસિંહ દેવીસિંહ રાઠોડ સહીત ત્રણ અજાણ્યાને ફરાર જાહેર કર્યા છે.
રેન્જના આઈજી અશોકકુમાર યાદવ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સીંહનું સુચનાથી એલ.સી.બી. પી.આઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એચ.સી.ગોહીલ સાથે ટીમના એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, રસીકભાઇ જમોડ તથા પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા તથા દિલીપસીંહ જાડેજા તથા વીરમભાઇ સમેચાએ કામગીરી કરી હતી.