ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડ નજીક રાત્રિના સમયે કારમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

02:20 PM Nov 17, 2025 IST | admin
Advertisement

 

Advertisement

ભાણવડ પંથકમાંથી શનિવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસે એક મોટરકારમાંથી દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. એક લાખની કિંમતનો દારૂૂ અને રૂૂ. ત્રણ લાખની કિંમતની મોટરકાર કબજે કરી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા શનિવારે રાત્રે ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ગીરીશભાઈ ગોજીયા, વેજાણંદભાઈ બેરા, વિપુલભાઈ મોરી અને અજયભાઈ ભારવાડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામની બાજુમાં ચાર પાટીયાથી હનુમાનગઢ તરફ જતા રસ્તે કપુરડી ચેકપોસ્ટ પાસેથી આવી રહેલી જી.જે. 10 ડી.ઈ. 5838 નંબરની એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન આ કારમાં લઈ જવાતો 500 લીટર દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂપિયા એક લાખની કિંમતનો દેશી દારૂૂ ઉપરાંત રૂૂ. 3 લાખની કિંમતની મારુતિ બલેનો મોટરકાર સહિત કુલ રૂૂપિયા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમ્યાન કારચાલક નાસી છૂટવામાં સફળ થયો હતો. આ અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
BHANVADBhanvad newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement