સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ
ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો, બૂટલેગરની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દારૂૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક શખ્સને પકડ્યો છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા (IPS)ની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાની આગેવાની હેઠળ, પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળી ગામ નજીક દરોડો પાડવામાં આવ્યો. કેનાલની ડાબી બાજુએ આવેલી એક વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂૂની 1163 બોટલ જપ્ત કરવામાં આવી. જપ્ત કરાયેલા દારૂૂની કિંમત 13,36,900 રૂૂપિયા આંકવામાં આવી છે.
આ કેસમાં પીપળી મલેક વાસના રહેવાસી આરીફખાન નસીબખાન મલેકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ માલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સફળ કાર્યવાહીમાં એલસીબી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલા અને તેમની ટીમના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.