પંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયો
પાણશીણા ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ-બિયરનો જથ્થો છૂપાવ્યો હતો: 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનીની ધરપકડ
લીંબડી - લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ પરથી પોલીસે 80.54 લાખનો વિદેશી દારૃ તથા બિયરના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડયો હતો.પોલીસ દારૃ, બિયર, મોબાઈલ તથા રોકડ મળીને 90.60 લાખનો મુદ્દામાલ કબજે કરીને શખ્સ વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.
અમદાવાદથી એક ટ્રકમાં સફેદ પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૃ તથા બિયરનો જથ્થો ભરીને રાજકોટ તરફ જવા નીકળે છે. તેવી બાતમી પાણશીણા પોલીસને ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન મળી હતી.
બાતમીવાળો ટ્રક પાણશીણા ચેક પોસ્ટ પર પહોંચતા ટ્રક ચાલકને ઉભો રાખીને તેનું નામ ઠામ પુછતાં તેણે તેનું નામ મોહનલાલ ધીમારામ ખિચ્ચડ (રહે. હાલીવાવ તા. ચીતલવાડ જી. ઝાલોર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ટ્રકની અંદર તપાસ હાથ ધરતાં ટ્રકમાં પ્લાસ્ટિકના રોલની આડસમાં વિદેશી દારૃ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૃની 14,328 નંગ બોટલ (કિં.રૃ. 78,52,800), બિયરના 840 નંગ ટીન (કિ.રૃ.2,01,600), એક ટ્રક (કિં.રૃ.10,00,000), એક મોબાઈલ (કિં.રૃ.5,000) તથા રોકડ રકમ રૃપિયા 1,000 મળીને કુલ રૃપિયા 90,60,400ના મુદ્દામાલ સાથે મોહનલાલને ઝડપી પાડયો હતો.પોલીસે મોહનલાલની પુછપરછ કરતા વિદેશી દારૃનો જથ્થો પંજાબ ખાતેથી ભરીને રાજકોટ પહોંચાડવાનો હતો.
જ્યારે પોલીસે આ બનાવ અંગેનો મોહનલાલ તથા વિદેશી દારૃ તથા બીયર નો જથ્થો ભરી આપનાર અને તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. પંજાબથી રાજકોટ જતા ટ્રકમાંથી રૃ.80 લાખનો દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો.