ચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વિદેશી દારૂૂની 3,530 બોટલો અને 250 બીયર ટીન સહિત કુલ 3,780 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે.
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા અને પીએસઆઇ જે.વાય. પઠાણની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂૂનો જથ્થો, બે મોટરસાયકલ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 8,10,277નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં રાજકોટના રંગીલા સોસાયટી વિસ્તારમાં રહેતા ભોપાભાઇ ઉર્ફે ભુપતભાઇ લાલજીભાઇ મેરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ ચોટીલા તાલુકાના પીપળીયા ગામનો રહેવાસી છે. પોલીસે ભરતભાઇ રાધવજીભાઇ દુમાદીયા, એક્સેસ સ્કૂટરનો ચાલક, વન પ્લસ મોબાઇલનો ધારક અને ધવલભાઇ રશીકભાઇ સાવલીયા સામે પણ ગુનો નોંધ્યો છે. આ તમામ આરોપીઓ હાલ ફરાર છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડના અન્ય પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા.