ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

12:55 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

દારૂનું કટિંગ ચાલતું હતું, જામનગરના બે શખ્સો પકડાયા; દારૂની 4668 બોટલ અને બિયરના 2760 ટીન સહિત 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત

Advertisement

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ધરમપુરની વાડી વિસ્તારમાંથી 504 થી વધુ પેટી દારૂૂ ઝડપાતા સનસનાટી મચી ગઇ છે. રેન્જ વડા અશોકકુમાર યાદવ અને જામનગર એસપી પ્રેમસુખ ડેલુના આદેશથી જામનગર એલસીબી દ્વારા દારૂૂના કટીંગ સમયે જ કાર્યવાહી કરવામાં આવી હતી.

ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂૂ/બિયરની પેટી નંગ-504 (બોટલ નંગ-4668 તથા બીયર ટીન નંગ-2760) તથા વાહનો તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂૂ.1,28,91,000/-ના મુદામાલ બે ઇસમોને જામનગર એલ.સી.બી. ટીમે ઝડપી પાડયા છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ, અશોકકુમાર યાદવ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય. જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પીએસઆઇ પી.એન.મોરી તથા પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર તથા રૂૂષીરાજસિંહ વાળાઓને મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ તાલુકાના ધરમપુરગામ ની સીમમાં અજય ધીરૂૂભાઇ રાઠોડની વાડીમાં ચાલતા દારૂૂના કટીંગ ઉપર રેઇડ કરી નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ.4668 કિ.રૂ. 62,68,800/-બીયર ટીન નંગ-2760 કિ.રૂૂ. 6,07,200/ તથા સાત વાહન કિ.રૂૂ.50,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂૂ.15,000/-મળી કુલ કિ.રૂૂ. 1,28,91,000/-ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી મજકુર ઇસમો વિરૂૂધ્ધ પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઇ સી.એમ. કાંટેલીયાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ દારૂૂ બીયરના જથ્થામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલ છે. પોલીસે ચેતન હરજીભાઇ પરમાર રહે. ગુલાબનગર દયાનંદ સોસાયટી, રાહુલ પાન પાસે, જામનગર, સંજય કારાભાઇ આસુન્દ્રા રહે. ધુવાવનાકા કોળી વાસ, જામનગરની ધરપકડ કરી છે.

જયારે અજય ધીરૂૂભાઇ રાઠોડ રહે.ધરમપુર તા.ધ્રોલ જી.જામનગર (વાડી માલીક), આકાશ કોળી રહે. ભોયવાડો કોળીવાસ જામનગર (જથ્થો મંગાવનાર), મોસીન મુસ્લીમ રહે. જામનગર (જથ્થો મંગાવનાર), મહમદ ઇકબાલ ઉર્ફે ટકી રહે. જામનગર (જથ્થો મંગાવનાર), પુષ્પા રહે. ભોથવાડો કોળીવાસ જામનગર (દારૂૂના જથ્થો લેનાર), સન્ની કોળી રહે. લાલવાડી જામનગર (દારૂૂના જથ્થો લેનાર), બંટી મુસ્લીમ રહે. જામનગર (વોકસવેગ વેન્ટો કાર રજી. નંબર જી.જે.09 ઇએચ 8205 નો ચાલક), લાખાભાઈ કોળી રહે. જામનગર (દારૂૂના જથ્થો લેનાર), ટીસી ટ્રક, નંબર એનએલ 01 કે 9005 નો ચાલક, બોલેરો પીકઅપ નંબર જી.જે.10 ટીવી 2010 નો ચાલક, બોલેરો મેકસ નંબર જી.જે.10 ટીવાય 1314 નો ચાલક, અશોક લેલન બડા દોસ્ત નંબર જી.જે.10 ટીવાય 2954 નો ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે 1) ઇંગ્લીશ દારૂૂ બોટલ નંગ- 4668 કિ.રૂૂ. 62,68,800/-, 2) બીયર ટીન નંગ-2760 કિ.રૂૂ. 6,07,200/-, 3) વાહન નંગ-7 કિ.રૂૂ. 60,00,000/- 4) મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂૂ.15,000 કુલ રૂૂ.1.28,91,000 નો મુદામાલ જપ્ત કર્યો છે.

Tags :
crimeDhrolDhrol newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement