પાટડીના અખિયાણા ગામે ઠંડા પીણાની આડમાં 41.46 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો
પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂૂની 5,556 બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા. સુરેન્દ્રનગર એલસીબી ટીમે વિદેશી દારૂૂની બોટલો નંગ-5,556, બે મોબાઈલ, એક ટ્રક અને ઠંડા પીણાની 1320 બોટલો મળી કુલ 61.04 લાખનો મુદામાલ ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ, પીએસઆઇ અને પેરોલ ર્ફલો સ્કોડના પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે માલવણ હાઈવે પર પેટ્રોલીંગ દરમિયાન અગાઉથી બાતમી મળેલી હતી.
બાતમીના આધારે માલવણ ધ્રાંગધ્રા હાઈવે પર અખિયાણા પીપળી ગામના બોર્ડ નજીક આવેલી રામદેવ હોટલ પાસે પાર્ક કરેલી રાજસ્થાન પાસીંગની ટ્રકની સઘન તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલો નંગ- 3420 અને બીયર ટીન નંગ- 2136 મળી કુલ રૂૂ. 41,46,480, મોબાઈલ ફોન નંગ-2 કિંમત રૂૂ. 10,000, ટ્રક કિંમત 15,00,000 અને ઠંડા પીણાની બોટલો નંગ-1380 કિંમત 4,47,700 મળી કુલ 61,04, 180નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ દરોડામાં સુજારામ કાનારામ દેવાસી (બાડમેર, રાજસ્થાન) અને દીપારામ મોડારામ દેવાસી બાડમેર, રાજસ્થાન ઝબ્બે કરાયા હતા.
જ્યારે ઓમપ્રકાશ બિશ્નોઈ સાંચોર, રાજસ્થાન અને અન્ય બે અજાણ્યા ઈસમો મળી તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂૂ અંગેનો ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર પેરોલ ર્ફલો સ્કોડના પીએસઆઇ આર. એચ. ઝાલા ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર એલ.સી.બી.ટીમના આ દરોડામાં પીઆઇ જે.જે.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પીએસઆઇ આર.એચ.ઝાલા, પરીક્ષીતસિંહ ઝાલા તથા યશપાલસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.