રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગર નજીકથી 33 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

12:10 PM Jan 10, 2025 IST | Bhumika
Advertisement

570 પેટી વિદેશી દારૂ અને 84 પેટી બીયર ભરેલ ટેન્કર સાથે ચાલકની ધરપકડ

Advertisement

ભાવનગર જિલ્લાના ઉમરાળામાંથી એલસીબી પોલીસે 570 પેટી ઇંગલિશ દારૂૂ અને 84 પેટી બીયર ભરેલું ટેન્કર ઝડપી લઇ કુલ રૂૂ.53.18 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. ઉમરાળાની રંઘોળા ચોકડી પર વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો સોંપવામાં આવે તે પહેલા જ એલસીબી પોલીસે ટેન્કરને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી પોલીસ ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરના એક ટેન્કરની અંદર વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો વલભીપુર તરફથી આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે ઉમરાળાથી ચોગઠ તરફ જવાના રોડના નાકે વોચ ગોઠવી વલભીપુર તરફથી આવી રહેલ સફેદ કલરનું ટેન્કર નં. એચ.આર. 65 - એ - 0497 ને અટકાવીને તપાસ કરતા ટેન્કરની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 16126 બોટલ ( 570 પેટી ) અને બિયરના ટીન નંગ 2016 ( 84 પેટી ) કુલ કિં. રૂૂ.33,03,240/- મળી આવ્યો હતો. એલસીબી પોલીસે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂૂ.53,18,240/- ના મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલક કરનારામ જયરૂૂપારામ કાલર ( રહે. ગામ ગાંધવકલા, જિ. બાડમેર, રાજસ્થાન ) ની ધરપકડ કરી હતી. આ શખ્સની પૂછપરછ કરતા દારૂૂનો આ જથ્થો રંઘોળા ચોકડી ખાતે પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.

એલસીબી પોલીસે ઝડપાયેલ શખ્સ ઉપરાંત દારૂૂ અને બિયરની હેરાફેરીમાં સામેલ રાજેશ આશુરામ રાણા ( રહે બાબેર, કુરુક્ષેત્ર, હરિયાણા) રાજુ જાટ ( રહે હનુમાનગઢ, રાજસ્થાન ) અને રંઘોળા ચોકડી પર વિદેશી દારૂૂ અને બિયરના જથ્થાનો કબજો લેનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement