For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો

12:57 PM Aug 13, 2025 IST | Bhumika
ગોવાથી રાજકોટ આવેલો રૂા  26 40 લાખનો દારૂ બિયર ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમનો બાતમીના આધારે હિરાસર પાસે દરોડો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનનાં શખ્સની ધરપકડ

Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગોવાથી રૂૂ.26.40 લાખનો દારૂૂ-બીયર ભરી રાજકોટ આવેલ આઈસર સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી હતી.આ દારૂૂ કોણે મંગાવ્યો અને કોણે સપ્લાય કર્યો તે બાબતે ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ તપાસ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ તહેવારો ઉપર પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસ પણ આવા બુટલેગરો ઉપર વોચ રાખી રહી છે. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એસ.ગરચરની ટીમના મનીષભાઈ ચાવડા,હરપાલસિંહ જાડેજા, સંજયભાઈ ખાખરીયા, વિજયરાજસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે હિરાસર એરપોર્ટ જવાના રસ્તા સામે રોડ પરથી જીજે 06-બી.વી.-3579 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાંથી 12288 બોટલ વિદેશી દારૂૂ અને 1056 ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો રૂૂ.26.40 લાખનો દારૂૂ બીયર સાથે આઈસરના ચાલક રાજસ્થાનના ભોપાલગઢજીલ્લાના ગજસિંહપુરાના બેડો કી ઢાણીના વાતની રવીન્દ્ર ભગીરથ બેડાની ધરપકડ કરી રૂૂ. 36.45 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ દારૂૂ કોણે મંગાવ્યો અને કોને સપ્લાય કર્યો તે બાબતે વધુ તપાસ શરુ કરી છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (કાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) બી.બી. બસીયાની સુચનાથી પી.આ એમ.આર. ગોંડલીયા. એમ.એલ.ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર તથા એ.એસ.આઈ અનીલભાઈ એસ સોનારા, સમીરભાઈ આઈ શેખ,વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા તથા સંજયભાઈ દાફડા તથા પો.હેડ.કોન્સ. પ્રતીકસિંહ રાઠોડ, ક્રિપાલસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ.હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઈ ગરચર, મનીષભાઈ ચાવડા તથા અશ્વિનભાઈ પંપાણીયા તથા સંજયભાઈ ખાખરીયાએ કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement