For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

04:51 PM May 17, 2025 IST | Bhumika
નવાગામના બૂટલેગરના ઘરમાંથી 2 50 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

Advertisement

શહેરનાં નવાગામ આણંદપરમા બુટલેગરનાં ઘરે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ર.પ0 લાખનાં દારૂ-બીયર ભરેલી કાર સાથે એકની ધરપકડ કરી નાની મોલડીનાં શખસની શોધખોળ શરૂ કરી છે. પોલીસે દારૂ-બીયર સહીત 3.પ8 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ શહેરનાં નવાગામ આણંદપરમા દેવનગરમા રહેતા બુટલેગરનાં ઘરે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ચુડાસમાની ટીમના પોપટભાઇ ગમારા, કિશનભાઇ પાંભર, સંજયભાઇ અલગોતર, કરણભાઇ કોઠીવાડ, મહાવીરસિંહ જાડેજા અને અનુજભાઇ ડાંગર સહીતનાં સ્ટાફે દરોડો પાડયો હતો. દેવનગર ઢોરા મફતીયાપરામા રહેતા સુરેશ ડોલુ વિકમાનાં ઘરે તપાસ કરતા સ્વીફટ કાર નં જીજે 6 એફસી 994 માથી દારૂ - બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમે રૂ. 27 હજારની કિંમતનાં 135 ટીન બીયર તેમજ ર.ર6 લાખની કિંમતની દારૂની 327 બોટલ સહીત રૂ. 3.પ8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન સુરેશની પુછપરછમા દારૂનો જથ્થો ચોટીલાનાં નાની મોલડી ગામનાં રાજદીપ ઉર્ફે લાલો કાઠીએ મોકલ્યો હોવાનુ ખુલતા તેની શોધખોળ શરુ કરવામા આવી છે.

Advertisement

ક્રાઇમ બ્રાંચનાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ભરત બી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર અને સી. એચ. જાદવનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ ચુડાસમા અને તેમની ટીમે કામગીરી કરી હતી .

Advertisement
Tags :
Advertisement
Advertisement