હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત
મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂૂ 1.95 લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં કમલેશ માવજીભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં દારૂૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂૂની 180 બોટલ કીમત અને બીયર નંગ 744 કીમત રૂૂ 74,400 મળીને કુલ રૂૂ 1,95, 540 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી કમલેશ માવજી ભોરણીયા રહે જુના દેવળિયા તા. હળવદ વાળો મળી આવ્યો ના હતો જેથી હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અજાણયા પુરુષનો મૃતદેહ મળ્યો
મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના લખધીરપુર રોડ પર એન્ટીક સિરામિક તથા પોસીયોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઠગલા પાસેથી અજાણ્યો પુરુષ (ઉ.40)નો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા આધેડનું મોત
મોરબીના રવાપર રોડ પર નરસંગ બ્લુમાં રહેતા આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના રવાપર રોડ પર નરસંગ બ્લુમાં રહેતા કિશોરભાઈ વિનોદભાઈ ચંદારાણા એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
