રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

11:46 AM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બે શખ્સોને ઝડપી પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરાઇ

ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પોલીસ દારૂૂ અને નશીલા પદાર્થો શોધી કાઢતી હોય છે ત્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામની સીમ વિસ્તારમાંથી સુલતાનપુર પોલીસને ઇંગલીશ દારૂૂ તથા બીયરનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી રહી છે જેના કારણે પોલીસ સતત સક્રિયતાથી અસરકારક કામગીરી કરી રહી છે જે અન્વયે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.કાકડીયા સહિતનો સ્ટાફને નવાગામની સીમ વિસ્તારમાથી કુલ 1,16,388/- રૂૂપિયાનો ઇંગલીશ દારૂૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે તથા મોબાઇલ ફોન મળી કુલ 1,26,388/- રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂૂના જથ્થા સાથે નવાગામના બે આરોપીઓ અશોક જેરામભાઇ સરવૈયા અને રોહીત ઉર્ફે બકરી દિનેશભાઇ સરવૈયા ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી હતી.

સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.કાકડીયા, એએસઆઇ મહીપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ, જયસુખભાઈ અને વિરેન્દ્રસિંહ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement