રાજકોટ મૂકી દેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ, નિકિતા દેને ફોન પર ધમકી
શહેરમાં વ્યંઢળોના બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં તાજેતરમાં મીરાં દે એ ફોનમાં ધમકી આપવા મામલે ફરીયાદ નોંધાવતા ગ્રાંધીગ્રામ પોલીસે તેના શિષ્ય નિકીતા દે(રહે.ગંજીવાડા શેરી નં.18)ની અટકાયત કરી હતી.ત્યારે નિકીતા દે(ઉ.વ.26)એ મીરાંદે (રહે.પરાપિપળીયા 25 વારિયા ક્વાટર,જામનગર રોડ) અને મિહિર ચૌહાણ સામે ખૂનની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
નિકીતા દે એ પોલીસને જણાવ્યું કે, એે ગઇ તા.27નાં તે ઘર નજીક હતા ત્યારે તેના ગુરૂૂ આરોપી મીરાં દેના ફોનમાંથી આરોપી મિહિરે કોલ કરી બે મહિના પહેલાં જૂબેલી ગાર્ડનમાં બંને પક્ષો વચ્ચે થયેલાં ઝઘડા અને મારામારીનાં કેસમાં સમાધાન કરી લેવા જણાવ્યું હતું. તેને સમાધાનની ના પાડતા મીરાં દે એ મિહિર પાસેથી ફોન લઈ તેની સાથે સમાધાનની વાત કરતાં તેને પણ ના પાડી દીધી હતી.
આથી ઉશ્કેરાઈ મીરાં દે ફોનમાં ગાળો દઈ નતું રાજકોટ મુકી દેજે નહીંતર તારા ટાંટીયા ભાંગી નાખીશ અને તને જાનથી મારી નાખીશથ તેમ કહીં ધમકી આપી હતી ત્યારે મિહિરે પણ ધમકી આપતાં ફોન કાપી નાખ્યો હતો.ધમકીથી ડરી ફિનાઇલ પીલેતાં સિવિલમાં ખસેડાયા હતા.બાદમાં આ મામલે થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
